________________ નહોય. પણ માત્ર આત્મ-પરિચયના લક્ષે રહ્યો હોય, ગુરુને એનામાં અર્થીપણું દેખાય તો તેને આત્માનો પરિચય કરાવે છે. ગુરુ પોતાના અનુભવજ્ઞાનનો ધોધ તેનામાં વહાવી તે આત્માની ઝંખનાને તૃપ્ત કરે છે, અને પ્રેક્ટીકલ રીતે તે જીવન જીવતાં શીખવાડે છે. જેણે આત્માનો પરિચય બરાબર કરી લીધો હોય તો તે ઉદાસીન પરિણામવાળો બને છે. બહારનું બધું જ “પર” છે. “પર”નું પર ને “અંદરનું અંદર - એમ જે સમજે તેને તેની અંદરની અનંત સંપત્તિનો અનુભવ થશે. આગમમાં જે માર્ગ બતાવ્યો છે, તેને ગુરુ પાસે ભણી-ગુરુ પાસેથી આગમના રહસ્યોની ખોજ મેળવે છે અને તે પ્રમાણે વર્તવા પ્રયત્નશીલ બને છે. કર્મના અનુકૂળ અને પ્રતિકૂળ ઉદયોમાં - જેણે આત્માનો પરિચય બરાબર કરી લીધો હોય તે ઉદાસીન પરિણામ વાળો બને છે. પોતાનું જીવન આગમમય જ બનાવી દે. આગમપુરુષ તરીકે પંકાય, જેટલી પોતાનાથી શક્ય હોય તેટલી બધી જ વાતોનો સ્વીકાર કરી લે. આથી અનાદિથી જે મિથ્યાત્વ ભાવની પરંપરાના કારણે ભવની પરંપરા ચાલતી હતી, તેનો વિચ્છેદ કરી દે અને સ્વભાવમાં આવી જાય. આમ આ શુદ્ધતાને પામવા આશ્રવોનો ત્યાગ કરવો જ પડશે અને નિગ્રંથ ગુરૂનો સ્વીકાર કરવો જ પડશે. આગમના અભ્યાસ દ્વારા અને ગુરૂના અનુભવ દ્વારા - એમ બે રીતે આત્માનો પરિચય કરશે અને પરભાવોનાં સંગે હોવા છતાં અસર થવા ન દે ત્યારે આત્મા પોતાના સંગના રંગમાં છે, રમણતામાં છે. બહાર ઉદાસીન છે ત્યારે આત્મા ચારિત્રના સ્વભાવમાં સ્થિર થયો કહેવાશે. જે ઉત્તમ આત્માઓ હોય તે પરભાવને છેદવા પ્રયત્ન કરે ગાથા - 3 થો ન મુતિ લગ્નેષ, ભાવેડૂૌદયિકાદિષ; આકાશમિવ પકેન, ના સૌ પાપન લિપ્યતે | ગાથાર્થઃ પૂર્વબધ્ધ કર્મના ઉદયથી પ્રાપ્ત ઔદાયિક આદિ ભાવોમાં રાગ-દ્વેષ જ્ઞાનસાર // 29