________________ શાસનની સ્થાપના થઈ ત્યારથી મુનિઓને નિગ્રંથ કહેવાયા છે. આશ્રવોનો ત્યાગ કરવા માટે શું કરવું જોઈએ? ગુરુનાં ચરણોને સ્વીકારે. અર્થાત્ ગુરુને સમર્પિત થઈને રહે. પોતાની ઈચ્છાઓને છોડી ગુરુની ઈચ્છા પ્રમાણે ચાલે, અને આત્માને પાડનારા નિમિત્તોથી તે દૂર થઈને વસે છે. પછી વનમાં પણ વસે! અને “ગુર્વાજ્ઞા થી એવી સાધના કરે - એવો સમર્થ બની જાય કે પછી નિમિત્તની કોઈ અસર ન થાય. આ રીતે ક્રમ બતાવ્યો. “માનાદિક શત્રુમહા નિજ છેદે ન મરાય, જાતા સદ્ગઢ ચરણમાં અલ્પ પ્રયાસે જાય.” જે ગુરુની ઈચ્છા મુજબ જીવે છે તેને “અહં આશ્રવનો ત્યાગ થાય છે. મોટામાં મોટો આશ્રવ “અહંનો પરિણામ છે. માટે તે મહાઆશ્રવ છે. ગુરુના શરણ વિના એ ત્યાજ્ય બનતો નથી. ગુરુને પૂછ્યા વિના એ કાંઈ પણ ન કરે. વારંવાર ગુરુને પૂછવાનું છે. - અહંકાર ને તોડવા માટે. ગુરુને વારંવાર પૂછીને જ સર્વ કામો કરવાના છે? સાધુએ જનથી રહિત સ્થાને રહેવાનું છે. ગૃહસ્થોનો પરિચય કરવાનો નથી. જંગલમાં એકાંતમાં રહેવાનું છે. પૂર્વનાં મહર્ષિઓ તે પ્રમાણે રહેતાં હતાં. જો એ જગતનો પરિચય છોડી દે તો જ આત્માનો પરિચય કરી શકે. અહીં આવ્યા પછી પણ જો એ ગૃહસ્થનો પરિચય ન છોડે તો પરમ એવા મનુષ્ય જીવનને નિષ્ફળ બનાવી દે છે. ઉદ્યાન કે ગુફામાં જે મહાત્માઓ રહેલાં હોયજ્ઞાન-ધ્યાનમાં એવા ઓતપ્રોત થયેલાં હોય કે એમને જોઈને - એમની પાસે જઈને જીવ પરમ શાંતિ અનુભવે છે. ત્યાં આવેલ મનુષ્યોને ત્યાંનું વાતાવરણ જોઈને જ ત્યાંથી પાછા જવાનું મન જ ન થાય. તેનો આત્મા ત્યાં ફરી જ જાય.. પ્રસન્નતા, પરમ શાંતિ વિ. સાધુઓનાં મુખારવિંદ પર દેખાય. સાધુની મસ્તી જોઈને ઉત્તમ જીવનું તો કામ થઈ જાય છે. ગુરુ પાસે જે શિષ્ય માત્ર ભણવા, ગોખવા કે પંડીત થવાના લક્ષવાળો જ્ઞાનસાર // ર૬૮