________________ संयोग मूला जीवेण, पत्ता दुक्खपरंपरा, तम्हा संजोग संबंध सबं तिविहेण वोसिरि अं॥ સંયોગ જ દુઃખની પરંપરાનું મૂળ છે, માટે તેનો જમન-વચન-કાયાથી ત્યાગ કરવાનો છે. ભલે કદાચ ઘણા સાથે હોઈએ, પણ અંતરથી નિરાળા થઈ આતમ-દેવ સાથે જ રહેવાનું છે. * જીવને નિઃસંગ રહેવું કેમ ગમતું નથી? કેમ કે આત્માને - આત્મા પર પ્રેમ જ નથી. આથી જ પરમાં જીવ ભટકે છે. આત્માએ પોતાનામાં રહેલો પ્રેમ રાગના વિકાર રૂપે બહાર સ્વજનાદિમાં વહાવી દીધો છે. એથી હવે એકલો રહી શકતો નથી. આત્માપર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી અતીત છે. હું દ્રવ્યથી આત્મદ્રવ્ય છું. ક્ષેત્રથી હું આત્મ-પ્રદેશોમાં રહીને જ સુખ અનુભવી શકું છું. સ્વભાવમય બની શકે. જેમ જેમ આત્મા જ્ઞાનમય બનતો જાય અને ધ્યાનરૂપે પરિણમન પામતો જાય તેમ તેમ આત્માપરથી કર્મો ખરતા જાય અને ત્યારે આત્મામાં આનંદગુણની વૃદ્ધિ અનુભવાય છે. જ્ઞાનની ઉપાદેયતા સમજવી જરૂરી છે. જો જ્ઞાન પરશેયમાં ગયું તો આત્મા કષાયથી વ્યાપ્ત બની વધુને વધુ દુઃખી થાય છે અને જો જ્ઞાન સ્વયમાં ડુબે તો આનંદ અનુભવે. જ્યારે પણ કર્યા - ભોક્તા ભાવ કરવાનું મન થાય ત્યારે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વસ્વભાવ ને વિશે જ કર્તા - ભોક્તા બનવું. કેમ કે વાસ્તવમાં આપણા એ જ છે. બાકી બધું પર છે. માટે મારે જ્ઞાનનાં શુદ્ધ ઉપયોગ રૂપે થઈ જવું એ જ મારુ કર્તવ્ય છે. આત્માએ જ્ઞાનગુણનો આધાર છે. અસંખ્ય પ્રદેશવાળો મારો આત્મા. એ સ્વક્ષેત્ર છે. એમાં જે અભેદ પરિણામથી પરિણામ પામેલું છે તે મારું છે. આત્મપ્રદેશો પરિણામી નથી સ્વરૂપે સ્થિર છે. પરના સ્વરૂપ સાથે રહ્યાં છે ત્યાં સુધી અસ્થિર છે. પણ એક વાર એસ્થિર થયા પછી એમાં કદી પણ અસ્થિરતા જ્ઞાનસાર // 26