________________ બાળક-માએ સુંદર મજાનાં રમકડાં બતાવ્યા. માએ એને રમવા માટે બોલાવ્યો પણ તે ન જ ગયો. જ્યારે ગુરૂ મહારાજે જેવો ઓધો બતાવ્યો એવો દોડતો જઈને લઈ લીધો અને નાચવા માંડ્યો - આખી રાજસભા જોતી રહી ગઈ - નાના બાળકને ઓઘો ગમે? હા, તેને આત્મ-સન્મુખ પ્રીતી હતી. આપણો આત્મા કેવો છે? નિર્લેપ છે. સદા માટે તે શુદ્ધ જ છે પણ કર્મ બહારથી આવે છે. આત્મા તો જેવો છે એવો જ પ્રકાશિત છે - જેમ બલ્બ છે, તેના ઉપર પીળો કાગળ ઢાંકી દેતા -બલ્બ પર બહાર આવરણ આવ્યું. અંદર તો બલ્બનો જે પ્રકાશ છે એ જ છે પણ આવરણને કારણે પ્રકાશ ઝાંખો થઈ જાય છે. તે જ રીતે આત્મા ઉપર કર્મોના મોહ રૂપ આવરણ આવવાથી જ્ઞાન મલિન બને છે. કેવળજ્ઞાન તો વિશુદ્ધ જ છે. પુદ્ગલમાં સુખ છે જ નહીં છતાં ભ્રમ થાય છે જેમ કે ઝાંઝવાના નીર, રણપ્રદેશમાં આપણને ચાલતાં ચાલતાં તડકામાં આગળને આગળ પાણી દેખાય છે પણ પાણી હોતું નથી. જે રીતે ઉ.દા. કસ્તુરીયો મૃગ-નાભિમાં જ કસ્તુરી છે તેમ છતાં કસ્તુરીની સુગંધ બહાર છે એમ સમજી મેળવવા માટે એ ખૂબ જ દોડે છે પણ અંતે થાકી જાય છે તે જ રીતે આત્માનો આનંદ અંદરમાં છે છતાં પરમાં પુલમાં સુખની ભ્રાંતિથી ખૂબ દોડીએ છીએ, અને અંતે હારીએ છીએ, થાકીએ છીએ અને મૃત્યુ સમીપે પહોંચી જઈએ છીએ માટે જ મૃત્યુને ભેટતા પહેલા હું શુદ્ધ આત્મદ્રવ્ય છું અને તેમાં રહેલા ગુણો એ જ મારા છે એનો નિર્ણય થઈ જશે તો મોહરાજાને ભાગી જ જવું પડશે. જ્ઞાનગુણ શરીર કે ઈન્દ્રિયોમાં નથી એ આત્મામાં જ છે એ નિર્ણય પાક્કો થવો જોઈએ. એટલે આંખ નથી જોતી પણ આત્મા જ જોઈ રહ્યો છે. આત્મા નીકળી જાય પછી શરીર કે ઈંદ્રિયો જોઈ શકતી નથી. માટે જ્ઞાન એ મારું સ્વરૂપ છે આત્માના અસંખ્ય પ્રદેશોમાં વ્યાપીને રહેલું છે. એટલે જ્ઞાન અને આત્માભિન્ન નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, એ ત્રણ અને પુદ્ગલ થી પણ આત્મા ભિન્ન છે તે જ રીતે અન્ય જીવો પણ પોતાના આત્માથી અસ્તિત્ત્વરૂપે સ્વરૂપ-સ્વભાવ સત્તાએ એક જ છે. જુદા છે બીજા આત્મામાં જ્ઞાનસાર // 264