________________ મસ્તીમાં જ મસ્ત રહે છે. જગતને સુધારવાની જરૂર નથી જાત સુધરી તો જગત સુધરી જવાનું જ છે. સ્યાદ્વાદની રીતે સ્વમાં સ્વનો સ્વીકાર કરી બાકીનામાં પણ એ જ રીતે સ્વીકાર કરવાનો છે તો જ આત્મા મોહપર વિજય મેળવી શકશે. હું કેવો છું? મારો આનંદ અવિચ્છિન્ન છે કોઈ છેદી ના શકે, ભેદી ના શકે, બાળી ના શકે, જ્યાં આનંદની છોળો સદા સતત ઉછળી રહી છે એવો મારો આત્મા છે. “જીવ સરોવર અતિશય વધશે, વાધશે આનંદધનપુર.” જીવ સરોવર આનંદમાં જ વિલસી રહ્યો છે. આત્મ પ્રદેશો શુદ્ધ છે, નિરાવરણ છે તે જ રીતે ગુણો પણ શુદ્ધ છે અને નિરાવરણ છે એ દ્રષ્ટાંત દ્વારા બતાવે છે. જેમ સૂર્ય અને ચંદ્ર સ્વયં પ્રકાશિત છે, કોઈની સહાયથી પ્રકાશિત થતા નથી. એ જ રીતે આપણામાં રહેલો કેવળજ્ઞાનનો ગુણ પણ સ્વયંપ્રકાશિત છે. * કેવળજ્ઞાન સત્તામાં છે તો આપણને અનુભવ કેમ થતો નથી? સૂર્યનો અસ્ત થતાં આપણને પ્રકાશ મળતો બંધથયો કારણ સૂર્યપર્વતની પાછળ ચાલ્યો ગયો. પર્વતનું આપણને આવરણ થયું એટલે આપણને પ્રકાશ મળતો બંધ થયો. પણ સૂર્યનો અસ્ત કદી પણ થતો નથી તે જ રીતે આત્મામાં પણ કેવળજ્ઞાનનો પ્રકાશ નિગોદમાં પણ એવો જ છે, વર્તમાનમાં પણ એવો જ છેનેસિદ્ધ અવસ્થામાં પણ એવો જ છે પણ કર્મોના આવરણને કારણે આપણને અનુભવ થતો નથી. કેવળજ્ઞાનની તાકાત કેટલી છે?એકસમયમાં ત્રણે કાળના ત્રણે લોકમાં રહેલાં સર્વદ્રવ્યોનાં ઉત્પાદ-વ્યયને ધ્રુવતા ત્રણેનો અવબોધ કરી લે છે. જ્ઞાન. જાણવા જતું નથી આવો જ્ઞાનગુણ મારો છે. વર્તમાનમાં પણ છે. આવી અપૂર્વ શ્રદ્ધા થાય અને કાળ સારો હોય તો શ્રેણિ ચઢાય. આત્માના સુખ ભોગવવા આત્માને કોઈ પણ વસ્તુની જરૂર નથી, માટે આસન ભવ્ય જીવને જ્યાં સુધી જ્ઞાનસાર || રર