________________ કેટલીવાર રહી શકો તે જ ક્ષણે બહાર નીકળોને, નિકળવાનો પૂરો પ્રયત્ન કરોને.. - જ્યારે આ શરીરમાં પરમ પવિત્ર એવો આત્મા કર્મને લીધે સતત જમા થતી એવી ગંદકીની અંદર પૂરાયેલો છે, કેદ થઈને રહેલો છે. પણ આપણને આપણા આત્માની દયા આવતી જ નથી અને આવી ગંદકી રુપ શરીર જ આપણને પ્યારું લાગે છે અને તેને ગંદકીથી વધારે ખરડાવવાનો પ્રયાસ કરીએ છીએ. ડુક્કરને વિષ્ટા ખાતા જોઈને છી.. છી. થાય છે પણ આપણી દશા પણ પ્રાયઃ ડુક્કરથી ઉતરતી નથી. જો આ સમજણ આવી જશે તો શરીર પ્રત્યેનો મોહ, પુદ્ગલ પ્રત્યેનો મોહ ઓસરી જશે અને વિશુદ્ધ એવા આત્મા પ્રત્યે પ્રેમ પ્રગટી જશે, તો પછી મનમાં એક પણ ખરાબ વિચાર આવી નહીં શકે. જીવ જ્યારે અશુભ મનોવર્ગણાઓ ભેગી કરે છે ત્યારે તે અશુદ્ધ વાતાવરણ - ઉકળાટ ભેગો કરે, એટલે તે જ પ્રમાણે નામકર્મની તમામ અશુભ પ્રકૃતિઓ બંધાવાનું ચાલુ થઈ જાય છે. યોગીઓ નિરંતર ગુણવૈભવમાં રમતા હોવાથી એમના શરીરની દુર્ગધ પણ સુગંધમાં ફેરવાઈ જાય છે. સિંહ જેવા ભયંકર પ્રાણીઓ પણ શિષ્ય બનીને બાજુમાં બેસી જાય. શુદ્ધ મનોભાવોથી અંદરની ગુણ-સૌરભની વાતાવરણમાં પવિત્ર અસર પડે છે. તેનાથી જીવો તેમના તરફ આકર્ષાય છે. દા.ત. પરમાત્મા જ્યારે કેવળજ્ઞાન પામે છે ત્યારે ગણધરના જીવો સહજતાથી ત્યાં આવી જાય છે. પરમાત્મા કોઈને બોલાવવા જતાં નથી. સમવસરણમાં ઉંદર-બિલાડી આદિ દુશમનો પોતાનું જાતિ વેર ભૂલી જાય છે, કેમકે? પરમાત્માના કેવળજ્ઞાન પૂર્વેના શુદ્ધ મનોભાવોની થયેલી વાતાવરણમાં અસર જોવા મળે છે. આત્મા જ્યારે ગુણોથી વાસિત બની જશે ત્યારે તે કોઈનું પણ અહિત નહીં કરી શકે, અહિત થાય તેવી પ્રવૃત્તિ પણ નહીં કરી શકે. પોતે ક્યાંકનિમિત્ત બની જશે તો પણ તેનાથી સહન નહીં થાય. કારણ.... હૈયું કરૂણા સભર બની ગયું છે. એવા આત્મા કોઈને સારૂં લગાડવા પ્રવૃત્તિ નહીં કરે. એ તો પોતાની જ્ઞાનસાર || 261