________________ જેમ આપણે અંદર જતાં સુખ બહાર છે તેવા ભ્રમમાં સુખ માટે બહાર ભટકીએ છીએ. બહાર પર પુદ્ગલને ભોગવવાથી પીડા સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થવાનું નથી. કર્મસત્તાએ જે આપ્યું તે ગમી ગયું ને એનો એવો સ્વીકાર કરી લીધો માટે આ શરીરરૂપી કચરાપેટીને છોડવી ગમતી નથી ને સમાજમાં એને શણગારીને ફરી રહ્યા છીએ. ચારીત્ર ગુણમાં જીવે “સ્વ” ના ભોક્તા બનવાનું છે, માટે જ 12 ભાવનામાં “અશુચિભાવના' કહી છે ક્યારે હું આ અશુચિથી દૂર થાઉં. તપ દ્વારા સમતાને ભોગવવાની છે, અને શાતાના પરિણામને તજવાનો છે તો જ શમ-પ્રશમનું સુખ અનુભવાશે. આત્માનું મોહને મારવાનું અમોઘ શસ્ત્ર - “હું કાંઈ નથી અને પુદ્ગલની કોઈ પણ વસ્તુ મારી નથી.” અશુચિ ભાવના માં વિચારવું કે અંદર તો અશુચિ ભરેલી છે ને હવે માલ મલિદા અંદર નાખીને અશુચિ ક્યાં વધારવા માટે “છઠ્ઠ અઠ્ઠમ પારણે - કે જીભને આંખને ગમે તે આપે છે? સરળતા અહીં લાવવીદુર્લભ છે સરળતા એ મોટામાં મોટો તપ છે નહીં તો પોતાના આત્માને ઠગીને જ કામ કરશે. પ્રાયશ્ચિત ની 12 તપધર્મમાં પ્રધાનતા છે. સકામ નિર્જરા થવી ને આનંદનો અનુભવ થવો એના માટે ચિત્તની સરળતા જરૂરી છે. જ્ઞાનાદિ પાંચે ગુણો એ જ મારા છે ને એના માટે જ મારે જીવન જીવવાનું છે, અને તે માટે જરૂર પુરતી દ્રવ્યપ્રાણોની સહાય લેવાની છે, અને તેટલું જ દ્રવ્ય જિનાજ્ઞા મુજબ જ તેને આપવાનું છે. આત્માએ સત્તાએ એ વાતનો સ્વીકાર કરવાનો છે કે હું સત્તાએ પરમાત્મ સ્વરૂપ છું અને પરમ જ્યોતિર્મય સ્વરૂપ જ છું અને મારે આવા જ થવાનું છે. “સ્વ” માં રહેલા જ્ઞાનાદિ ગુણોની સ્ત્રી થઈ જાય. તે માટે જ સાધના થાય અને એ સાધ્ય બની જાય તો પ્રબળમાં પ્રબળ મોહનો વિધ્વંસ કરવા માટેનું અતિ પ્રબળ શસ્ત્ર બની જાય છે. જ્ઞાનસાર | 259