________________ “ના મદમ્ - ના મન' પ્રતિમંત્ર છે મોહની સામે હું શુદ્ધ આત્મા છું - પુદ્ગલ દ્રવ્ય(રુપ-શરીર) નથી ચાહું પ્તિ, ચા નાસ્તા હું આત્માના ગુણ રૂપે છું-પુદ્ગલના ગુણ-પર્યાય રૂપે હું નથી અહીં વર્તમાનમાં હું પુદ્ગલ દ્રવ્ય સાથે જોડાયેલો છું.નિગોદમાં હતાં ત્યારે ય આત્મા તો હતો જ. તે શાશ્વત દ્રવ્ય છે. પણ પુદ્ગલવર્ગણા પર્યાયરૂપે બદલાયા જ કરે છે. તેનો સંયોગ અશાશ્વત છે જ્યારે આત્મપ્રદેશો તો જેટલા છે તેટલા જ રહેવાનાં છે કેમ કે તે શાશ્વત છે. સમ્યગ્દર્શનની નિર્મળતાનો પ્રથમ આધાર “આસ્તિક્ય છે. દરેક ભવોમાં પુદ્ગલો ફરતા જાય, નવા બંધાતા જાય, જૂના ખપતા જાય, પર્યાય રૂપે બદલાતા જાય. જ્યારે આત્મા તો અનંત કાળથી તે જ હતો, વર્તમાનમાં પણ તે જ છે અને ભવિષ્યમાં પણ તે જ રહેશે. પુદ્ગલવર્ગણા અનંતકાળ રહી શકતી જ નથી. સંખ્યાત કે અસંખ્યાત કાળ સુધી જ રહી શકે. પછી એમાં ફેરફાર અવશ્ય થાય જ છે પણ આત્મપ્રદેશોમાં વધ ઘટ થતી નથી. જેટલા છે તેટલા જ ત્રણે કાળ રહેવાના. આસ્તિક્ય જેટલું દ્રઢ, સમ્યગ્દર્શન તેટલું નિર્મળ. જીવ નિગોદમાં પણ સૂક્ષ્મ ન હતો, અને હમણાં બાદર પણ નથી. સૂક્ષ્મ અને બાદર એ નામકર્મની પ્રકૃતિ છે. એ પુદ્ગલ જ છે. આત્મામાં ક્યારે પણ કોઈ ફેર પડવાનો નથી. પુગલના નાતે આત્માને અનેક સંજ્ઞાઓ આપવામાં આવી. નિગોદ, નારક, તિર્યંચ તરીકે ગવાયો. “પુદ્ગલ સંગે નીચ કહાયો’ આત્માની એક પણ સંજ્ઞા હતી જ નહીં પણ પુદ્ગલના સંગના કારણે સૂક્ષ્મ, બાદર, ત્રસ, મનુષ્ય આધિ સંજ્ઞાઓ મળી. એનો ખેદ આપણને થયો નથી અને હજુ થતો નથી. હું તો સિધ્ધાત્મા છું. આ ઉપયોગ સતત આવવો જોઈએ. નર્યા ગંદવાડમાં આત્મા પૂરાયો - તેને જોઈને પણ કાંઈ થતું નથી !!! શાલિભદ્ર, ધન્ના અણગારને ભાન થયું તો તેઓએ શરીરમાંથી બહાર નીકળવા કેવી સાધના કરી! જેમકે ચાલતા ચાલતા ઠેસ વાગી, ગટરમાં પડ્યાં તો ત્યાં જ્ઞાનસાર || 26O