________________ દરેક કાર્યમાં ઉપયોગ તો જોઈએ જ. ક્ષાયોપક્ષમિક ભાવ હોય ત્યારે ઉપયોગ મૂકવો પડે. પણ ક્ષાયિક ભાવવાળાને ઉપયોગ મુકવાની જરૂર નથી કારણ અનંત વીર્ય પ્રગટ થઈ ગયું છે એટલે નિરંતર કાર્ય કરે છે. શક્તિનો ઉપયોગ કરવા માટેનો અંતરાય નીકળી ગયો છે. જ્યારે છઘસ્યોને અંતરાય | સ્વરૂપના ઉપયોગને વિશે હું “આ જ છું - અને “આ” નથી જ. એવો પાકો નિર્ણય થઈ જવો જોઈએ એટલે “પર” પર આદર નહીં થાય. આપણા આત્મામાં જોય રૂપે જ્ઞાન શક્તિ પડેલી છે તેનો ઉપયોગ કરવાથી તે શક્તિ ખીલે છે - વિકાસ પામે છે તે શક્તિનો ઉપયોગ સ્વ-સંપત્તિને પામવા માટે કરે તો આત્મામાં રહેલા મોહનો વિગમ થશે એટલે જે નકલી નાશવંત છે તેના પર આદર નહીં થાય. ચારિત્રના કર્તા બનવું એટલે શું? આપણને આપણું રૂપ ગમ્યું તો રૂપના ભોક્તા બન્યા. અરિસાની સામે વારંવાર મુખ જોઈને કેવું સરસ રૂપ છે. જોઈને હરખાયા કરે. મોહની સામે અરૂપીપણાનું ધ્યાન કરવાનું છે તેને આંખ સમક્ષ લાવવાનું છે. જેમ જેમ પ્રેકટીસ થતી જશે તેમ તેમ તેને અરૂપી તત્ત્વનો અનુભવ થશે. તે તત્ત્વમાં રહેલી મીઠાશ - તેના સ્વાદને અનુભવાશે. જીવ જો રૂપનો ભોક્તા બનશે તો અશુભનામકર્મ બંધાશે. અને ભાવિમાં એવું રૂપ મળશે કે જોવું કે નહીં ગમે. બધી અશુભ પ્રકૃત્તિ બંધાશે. રૂપને ભોગવીને તારા રૂપને તેં જ ખલાસ કરી નાંખ્યું તોય તૃપ્તિ તો થતી નથી. આત્મા અરૂપી છે તેનામાં રહેલા જ્ઞાનગુણને ભોગવવાથી પરમ તૃપ્તિ થાય છે. જ્ઞાન ગુણ અને સમ્યકત્વ દ્વારા તારા આસ્તિક્યનો ઉપાદેય તરીકે સ્વીકાર કર અને બાકી બધાનો હેય તરીકે અસ્વીકાર કર અને ચારિત્ર ગુણ દ્વારા મોહના જે અનાદિકાળના જાળાબાઝી ગયા છે, મમતાના જે જે પડેલો છે તે બધાને દૂર કરતો જા. મમતાના પડલો જેમ જેમ ઉખડતા જશે તેમ તેમ આત્મગુણોની સુગંધ આવતી જશે. આત્મગુણોની સુગંધવિના કસ્તુરીયા મૃગની જ્ઞાનસાર || ર૫૮