________________ 0 આભ છે શ્વાસોચ્છવાસ, મન, તૈજસ, કાર્મણ, વર્ગણાથી રહિત અને નિર્લેપ છું. નમો માં ને બોલતાં હું શરીર નથી.... અને મો થી મારું કોઈ નથી. આ બોલતા આત્માની સ્થાપના કરીને દુન્યવી દુનિયાથી પર બની જાઓ અને પછી આપણા સત્તાએ સિધ્ધ એવા સર્વ જાપો આત્મામાં સ્થપાઈ જાય અને પછી “સબૂ પાવપ્પણાસણો” ની સ્થિતિ આવી જાય. આત્મદર્શનનો કર્તા કઈ રીતે બનવાનું છે? આત્માના અસંખ્ય પ્રદેશો જ્ઞાનાદિ ગુણો સિવાય ક્યાંય પણ રુચીનો પરિણામ ન થાય. જગતમાં અસંખ્ય વસ્તુઓ છે તેમાં ક્યાંયરુચિનો પરિણામ ન થાય. જ્ઞાનથી સ્વ અસ્તિત્ત્વનો નિર્ણય થાય અને દર્શનથી રુચીનો પરિણામ થાય. રુચી નો એ પરિણામ સ્વમાં પરિણામ પામે એટલે? શુદ્ધ જ્ઞાન ચેતના જેવી નવરી પડે કે ચેતનરાજને જોવામાં જ પડી જાય. એટલે હવે સ્વપ્નમાં પણ એ જ દેખાય. એટલે અનાદિથી મોહજે ડેરા તંબુ તાણીને બેઠો છે તેને હવે ગયે જ છૂટકો. એટલે હવે “રીઝયો સાહિબસંગનપરિહરે, ભાંગે સાદિ અનંત” * ચારિત્રના કર્તા બનવું એટલે શું? હું શુદ્ધ આત્મા છું.” જ્ઞાનાદિ ગુણો સિવાય બીજું મારું કશું જ નથી. આ પરિણામ જો આત્મસાત્ થઈ જાય તો આ શસ્ત્ર એવું છે કે પ્રબળમાં પ્રબળ એવા મોહનો પણ વિધ્વંશ કરવા સમર્થ શસ્ત્ર થઈ જાય, અર્થાત્ આત્મા પોતાના આત્મપ્રદેશો પરથી મોહને હટાવી ગુણમય બની ગુણનો અનુભવ કરતો થાય. આત્માના એક પ્રદેશમાં ત્રણે ભુવનને હલબલાવી દેવાની શક્તિ છે. પણ તે શક્તિ પર’ માં જવાથી આંતરિત થઈ જાય છે. સ્વભાવમાં રૂચી ઝંખના થાય તે માટે આત્માનું તેના સ્વરૂપનું સ્મરણ કરવું ખૂબ જ જરૂરી છે. 0 તું આત્મા છો એવો બોધતને કોણ કરાવે છે? જ્ઞાનસાર || રપદ