________________ આપણને હમણાં જ બોધ થાય છે એટલે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય છે માટે બોધ થઈ રહ્યો છે. હવે જ્ઞાન ગુણ શુદ્ધ છે કે અશુદ્ધ- તેનો નિર્ણય કરવાનો છે. જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે એટલે આપણને સ્વાત્માનો સ્વ તરીકે અને શરીરનો પર રીતે બંન્નેનો બોધ થતો હોય તો જ્ઞાનગુણ શુદ્ધ છે ને એનું કાર્ય કરી રહ્યો છે. ઊંઘમાં પણ શરીરનો બોધ થાય છે, પણ “આત્મા છું' એવો બોધ લાવવો પડે છે. આત્માને પોતાનો ઉપયોગ સહજ થઈ જવો જ જોઈએ. તો એ શુદ્ધ જ્ઞાન થયું હવે જ્ઞાન એ ધન કરતા પણ કિંમતી લાગે તો જ્ઞાનમાં કંટાળો નહીં આવે. કમેં જે કર્તાપણું આપ્યું. નામ કર્મના કારણે, જે રૂપ- આકાર -દેહ અને ઈન્દ્રિયોમાં આપણો આત્મા ગોઠવાઈ ગયો છે એનાથી પોતે નિરાળો છે એ પરિણામ સતત આવ્યા કરે. દેહપ્રત્યેનો જ્યારે અપૂર્વ ઉદાસીન પરિણામ આવે ત્યારે ક્રિયાયોગમાં આત્મા સ્વ અનુભૂતિમાં ગરકાવ થયેલો હોય. સ્વભાવનો કર્તા બન્યો એટલે સ્વ સ્વરૂપનો કર્તા બન્યો. “ભાસ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ, સકલ પર ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ.” જ્યારે આત્મા સ્વરૂપને પકડીને ચાલે છે એ સ્વરૂપ કેવું છે? નિર્લેપ. એટલે મોહ સામે એ પ્રબળ શસ્ત્ર છે. મોહ જડને જ પકડે છે. શરીર પ્રત્યેની મમતાનો પ્રમાદ તૂટી જાય એટલે ચેતના જાગી જાય, ત્યારે બીજા આત્મા જ્યાં પીડાપામતા હોય ત્યાં આપણો આત્મા આત્મરમણતામાં હશે, આનંદને માણતો હશે. હું શુદ્ધ છું એટલે પુદ્ગલથી રહિત છું. હું માત્ર આત્મ પ્રદેશો રૂપે છું તેવું લાગવું જોઈએ. રૂપ, આકાર, લોહી, માંસ, હાડપિંજર વિગેરે રૂપે હું નથી તેમ લાગવું જોઈએ. આત્માની તમામ પ્રકારની પુલની વર્ગણા રૂપ શરીર અવસ્થા છે એ બધાથી પર છું. ઔદારિક, વૈક્રિય, આહારક, ભાષા, જ્ઞાનસાર // 255