________________ અંધ છે. પોતાના પર સ્વરૂપને એ જોઈ શકતો નથી. મોહ બીજાને જોવામાં સહાયક બને છે પણ જાતને જોવામાં બેખબર બનાવે છે. એજ મોહની મોટી કરામત છે. આથી મોહને જીતવા માટે પ્રતિમંત્ર છે ‘નાહમ, નામમ' હું નથી અને મારૂં નથી. નમસ્કાર મહામંત્ર મોહને જીતાડનારો છે. “નમો " બોલવાથી મોહરાજાના પાટિયા બેસવા લાગે છે ન-મો-મારૂં કોઈ જ નથી. પર એ પર જ છે તેમાં મારૂ કાંઈ નથી. આ મંત્ર દ્વારા આત્માએ આત્મામાં આત્માની સ્થાપના કરવાની છે. નવકાર બોલો ને શરીરથી વેગળા બની જાઓ એવી અનુભૂતિ થાય. જો નવકાર વિધિપૂર્વક ગ્રહણ કરેલો હોય અને તત્ત્વથી એને સમજયા હોઈએ તો ‘ના’ બોલવા માત્રથી શરીરમાંથી આપણે ગાયબબની જઈએ એવી અનુભૂતિ થાય જ. જયાં સુધી યથાર્થ બોધ નહીં થાય ત્યાં સુધી તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય. જો આપણે સંસારમાં બધાના નાથ બનવું છે તો પરમાત્મા કદી પણ આપણા નાથ નહીં બની શકે. જગતનું નાથપણું છોડી દઈએ તો પરમાત્મા આપણા નાથ થશે ને પછી બધી જ જવાબદારી પરમાત્માની થઈ જશે. ગાથા - 2 શુદ્ધાત્મદ્રવ્યમેવાહ, શુદ્ધશાન ગુણો મમા નાન્યોડાં ન મમાન્ય ચે - ત્યદો મોહાસ્વમુલ્લણમ્ | ગાથાર્થ “હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. શુદ્ધ જ્ઞાન - કેવળજ્ઞાન એ મારો ગુણ છે.” “હું એનાથી જુદો નથી.” આ ભાવના મોહની જાળને ભેદનારૂં તીવ્ર શસ્ત્ર છે. “નાડ” -હું કાંઈ નથી “ર મમ” - આત્મા સિવાય મારું કાંઈ નથી. હું શુદ્ધ - આત્મદ્રવ્ય - અસંખ્ય પ્રદેશી અક્ષય અને અરૂપી છું. આ વાતનો સ્વીકાર કરી લેવામાં આવે તો તે મોહરાજા સામે વિજયી બનવાનું શસ્ત્ર છે. આ વાત સ્વીકારી લેવી જીવ માટે દુષ્કર બને છે. કારણ અનાદિકાળથી ઊંધુ જ ઘૂંટાયેલું છે. તેને સીધું લૂંટવા - “હું અક્ષય, અરૂપી, જ્ઞાનસાર // 253