________________ પ્રભુ પાસે માનતા કરી તો તે લોકોત્તર મિથ્યાત્વ છે અને મોટું પાપ છે. પ્રભુ પાસે સમાધિ માંગવાની છે અને એમાં બધુ જ આવી જાય કારણ પ્રભુને તો કલ્પવૃક્ષની ઉપમા આપીએ છીએ એટલે સમાધિમાં બધું જ આવી જાય પણ આપણને ભવખરાબ નથી લાગ્યો તેથી શાતા - અનુકૂળતાને જ માંગીએ છીએ. સમાધિ માટે તો મહાપુરૂષોએ ઉત્સર્ગ અપવાદરૂપ છેદ - ગ્રંથોની રચના કરી છે પૈસા મળે તો જ સમાધિ થાય એ મોટું મિથ્યાત્વ છે. દેવ-ગુરૂધર્મ પ્રત્યેનો બહુમાન ભાવ એ ગુણ મેળવવાનો ભાવ છે તો એ પ્રશસ્ત છે હું એ મોહનો પરીણામ અને " એ આત્માના અસ્તિત્વનો સ્વિકાર છે. આત્માથી જે પર છે એ બધાનો આત્મા એ સ્વીકાર કરી લીધો છે. એ માન્યતા પરિણામને ફેરવવાનો છે માટે પ્રથમ જિનાજ્ઞામિથ્યાત્વના પરિહારની આવી. હું શરીર નથી આત્મા છું એ સમ્યગદર્શનની શરૂઆત છે. મારાપણાની મમતાપરિગ્રહ કરાવે છે માટે જ પરમાત્માએ પરિગ્રહને ભયંકર પાપ કર્યું છે આનંદ આદિ શ્રાવકોએ પરિગ્રહ-પરિમાણ કર્યું, મર્યાદા મોટી હતી પણ ભાવથી આત્મામાં નિસ્પરિગ્રહ પરિણામ આવી ગયો હતો મહાશ્રાવકોમાં નંબર લાગ્યો. મિથ્યાત્વનામના પરિગ્રહનો એમણે પૂર્ણ ત્યાગ કર્યો છે. આત્મા સિવાય કોઈપણ વસ્તુનો પરિગ્રહ કરવા જેવો નથી એ વાતનો રગેરગમાં સ્વિકાર થઈ ગયો જેટલો પરિગ્રહ છે તેને પણ હેય જ માન્યો છે માટે જ અંતિમ સમયે બધું જ છોડી દીધું. નિયમ કર્યો ત્યારથી જ રાગ - ત્યાગની શરૂઆત થઈ ચૂકી હતી એટલે અંત સમયે તમામ પરિગ્રહ છૂટી ગયો. આ પરિગ્રહ કેમ ઓછો થાય એ જ પરિણામમાં રમતા હતા માટે અવસર આવ્યો ત્યારે સઘળું પુત્રને ભળાવી પૌષધમાં લીન બન્યા. સર્વજ્ઞ પરમાત્માનું પ્રવચનરૂપી અંજન જેણે આંજયુ છે તેને આ વાત સમજાય, જેણે આ અંજન આંજયુ નથી તે જગતમાં મિથ્યાત્વ રૂપ અંધકારથી જ્ઞાનસાર || રપર