________________ પ્રશમરતિમાં રાગ-દ્વેષની વ્યાખ્યા કરી છે આત્માના ગુણ-વૈભવથી દૂર કરાવે તે દ્વેષ છે. શરીરાદી ને સંગ કરાવે તે રાગ.'અપ્રીતી લક્ષણો દ્વેષ, અભિસ્વંગ લક્ષણો રાગ ?' . આત્માને કર્મના ઉદયથી શરીરનો ઉદય થયો-આત્માનું પૂર્ણ સ્વરૂપ ઢંકાયુંને વિપર્યાસ ઉભો થયો તેને મોહના ઉદયથી પોતાનું માની લીધું તે સ્વરૂપે કર્તા રૂપ પરિણામ થયો મિથ્યાત્વથી મમતાની વૃદ્ધિ થઈ. મિથ્યાત્વ માન્યતા કરાવે અને મમતા મોહ એના પર સિક્કો લગાવે. અધાતી ના ઉદયથી રૂપ, આકાર, બળ વિ. આવ્યું તેનાથી હું આ છુ એવી ભ્રાન્તિ થઈ એના કારણે શરીર જ બધું કરે છે તેવું માન્યું આત્માની યાદ નથી આવતી તો એકપણ ક્રિયા યોગ સફળ ન થાય તે જ સમયે અપૂર્વ રમણતા માણવાની છે તેની બદલે બધું જ ધૂળધાણી. જે પોતાનું નથી એને સ્વીકારીને એના ઉપર પોતાનું સ્વામીપણું કરીને વિપર્યાસ ઉભો કર્યો છે આત્માથી બધા જ દ્રવ્યભિન્ન છે અને અન્ય આત્માઓ પણ ભિન્ન જ છે. પુદ્ગલ કે જીવ દ્રવ્ય વિશે “આ મારું એ મમકાર છે. માતા-પિતા-પુત્ર-ગુરૂ -પરમાત્મા પ્રત્યેનો મારાપણાનો પરિણામ એ પણ મોહનો જ પરિણામ છે દેવ-ગુરૂ-ધર્મનો પરિણામએ પ્રશસ્ત મોહ છે. મોહ છે ત્યાં સુધી આત્માની પૂર્ણતા નથી. ભવદેવનો - નાગીલા પ્રત્યેનો રાગ અપ્રશસ્ત છે, માટે નિકાચિત કર્મનું કારણ બન્યું. ગૌતમ સ્વામીને પરમાત્મા પ્રત્યેનો રાગ એ પ્રશસ્ત છે ગુણ સંબંધી છે એટલે પુણ્યનો બંધ થાય છે પણ નિર્જરા થવા નથી દેતો. બંધ એ આત્માનો સ્વભાવ જ નથી પરમ વિનય એ અંતે વીતરાગમાં પરિણામ પામી ગયો વીતરાગ ને સાચા અર્થમાં પકડ્યા હોય તો રાગ ઘટયા વિના કે ગયા વિના રહે નહીં. આપણે ભાવોને સ્વભાવ માન્યો અને સાધનને સાધ્ય માની લીધું. એ આપણો ભ્રમ છે ને એ ભ્રમણાએ તો આપણને સંસારમાં ભ્રમણની પીડા આપી, ગુણ પ્રત્યેનો રાગ હોય તો જ એ પ્રશસ્ત રાગ. જ્ઞાનસાર // 251