________________ આત્માને સ્થિરતા માટે શ્રુતજ્ઞાન વડે 1) સાલંબન ધ્યાન અને 2) નિરાલંબન ધ્યાન કરવાનું છે. પ્રથમ સ્વરૂપનો નિર્ણય અને પછી સ્વભાવનો નિર્ણય કરવાનો છે અને સ્વભાવ દ્વારા સાધના કરી સ્વભાવની પૂર્ણતા કરવાની છે અને એમાં સ્વરૂપનું સતત સ્મરણ રહેવું જોઈએ જો સ્વરૂપનું વિસ્મરણ થાય તો સ્વભાવમાં ન રહી શકે. પોતાનું સ્વરૂપ જ જોય છે. એટલે જ્ઞાનના ગુણમાં પોતાના સ્વરૂપના શેયનો જ જ્ઞાતા બનશે. ચર્મચક્ષુથી આ જ્ઞાન નહીંથાય. સર્વજ્ઞનાં શાસ્ત્રોનાં આધારે જ જ્ઞાન થશે. શાસ્ત્ર ચક્ષુથી જ થશે. શ્રુત એ શાસ્ત્ર છે. - અર્થાત્ જિનવચનરૂપ શ્રુત એ શાસ્ત્ર છે, મતિ શ્રુત એ શાસ્ત્ર છે. * આપણાં સ્વરૂપમાં આપણને બોધ શું થયો? હુંઅરૂપીછું તો રૂપ પ્રત્યે મોહનહીંથાય. અક્ષય, અરૂપી અને આકાર રહિત છું, એ સ્વરૂપનો ખ્યાલ આવે ત્યારે એ ધ્યાનમાં સ્થિર થઈ શકશે. પ્રતિમા - સમવસરણ વિ. સાલંબન ધ્યાન છે ને આત્માના ગુણ અને આત્માનું સ્વરૂપ એ નિરાલંબન ધ્યાન છે. ધર્મધ્યાનમાં નિરાલંબન ધ્યાનની પ્રધાનતા છે. સાધુ માટે નિરાલંબન ધ્યાનની પ્રધાનતા છે. શ્રાવકો માટે સાલંબન ધ્યાનની પ્રધાનતા આજ્ઞાવિચયનિશ્ચયથી વિચારશો તો તરત ધર્મધ્યાનનો જ વિષય બને છે. જ્ઞાનનો વ્યાપાર એ જ શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ. એક શક્તિ સ્વરૂપે છે ને એક કાર્ય રૂપે છે. તલવાર ને ધાર. તલવાર એમને એમ પડી છે તો એમાં શક્તિ છે, પણ કાપવાનું કાર્ય પાર કરે તો વ્યાપાર રૂપે થયું. જ્ઞાન આત્મામાં પડ્યું છે શક્તિ રૂપે એનો વ્યાપાર ન કરે તો કાર્યનહીં થાય. તો નિર્જરા પણ નહીં થાય. ધારો કે 1000 યોજન સુધીનું અવધિજ્ઞાન પ્રગટ થયું. પણ જ્યારે તેમાં તેનો ઉપયોગ ભળે, ઉપયોગ મૂકે તો જ તેને દેખાય. પણ જો ઉપયોગ ન મૂકે તો કાર્ય ક્યાંથી થાય? છદ્મસ્થોએ સાવધાન(એલટી રહેવાની જરૂર છે. જ્ઞાનસાર // 257