________________ રહેલા ગુણો જે આપણને કાંઈ કામ ન આવે. આપણે પરમાત્માનું આલંબન લઈ તે માર્ગે ચાલીએ અને પુરુષાર્થ કરીએ તો જ એ જ્ઞાનાનંદને પામી શકાય. જ્ઞાન કોઈને આપી ન શકાય જો એમ હોત તો ભગવાન બધાને કેવલજ્ઞાન આપી જ દેત. દેવો પણ કાંઈ કરી શકતા નથી સિવાય કે આપણી ભવિતવ્યતા સારી હોય તો બીજા સહાયક થાય. ભગવાન પાસે ઘણા સમ્યગૃષ્ટિદેવો હતા તેઓ બધાને ખ્યાલ જ કરી દેત. | વાંચન - શ્રવણ વિ. સાધન છે. એ દ્વારા જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય તો જ જ્ઞાન અંદરમાં પરિણામ પામે. માલતુષ મુનિને એ જ મંત્ર 12 વર્ષે ફળ્યો, કર્મોનો ક્ષય થયો ને કેવળજ્ઞાન થયું. ગુરુને ન થયું અને શિષ્યને થઈ ગયું. શિષ્યની પાત્રતા હોય તો ગુરુ પોતાનાથી અધિક આપી દે છે (વ્યવહાર) ગુરુ પણ નિશ્ચયથી કોઈને આપી શકતા નથી જો શિષ્ય ગુરુની વાતનો સ્વીકાર કરી - તે પ્રમાણે સમર્પિત થઈ સાધના કરે તો તેનું કલ્યાણ થઈ જાય. ક્રિયા - જ્ઞાનાનુસાર તગત બનશે. ત્યારે તે જ્ઞાન કર્મો કાપવાનું કામ કરશે. જેમ જેમ મોહનું આવરણ ઘટે તેમ તેમ આત્માની વિશુદ્ધ દશાની અનુભૂતિ થતી જાય. આત્માની અજ્ઞાનતા દૂર કરવા સૌ પ્રથમ આત્માનું સ્વરૂપ જાણી લેવું જોઈએ. જીવ અને પુદ્ગલનો સંયોગ સંબંધ છે - ભિન્ન છે. તેથી તે બંન્નેનો મેળ ના પડે. તે આત્માને પીડા જ આપે. માટે નિશ્ચયરુપ જ્ઞાનાદિ પાંચ પરમેષ્ઠિની વિશુદ્ધચેતના સાથે તન્મય બનશું તો તે પુદ્ગલથી આત્માને ભિન્નબનાવશે જ. જેમ સોનું -માટી, અગ્નિ - સંબંધથી છૂટા પડે છે. તે રીતે આત્માએ જ્ઞાન - દર્શનાદિ વિશુદ્ધ પરિણામ રૂપી અગ્નિથી - પુદ્ગલથી રહિત આત્માને બનાવવાનો છે. તે માટે આત્માએ નિ સંગ દશા કેળવવાની છે. ( નિઃસંગ દશાની મસ્તિમાં આત્મા મહાલતો થશે. તેમ તેમ તેના પર લાગેલા મોહના પડળો ઉખડતા જશે, અને આત્મા જ્ઞાનાદિ ગુણોમાં પરિણત થતો જશે. જ્ઞાનસાર // 265