________________ કેવળજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી તેની જિજ્ઞાસા તેને આગળ વધારવામાં પ્રોત્સાહિત કરશે. પહેલા આસ્તિક્ય ને જ નિર્મળ કરવું પડશે. ધનાદિ પરદ્રવ્યના આસ્તિક્ય'ની ખબર છે, તેની રક્ષા માટે શું નથી કરતા? બસ! તેને આત્મતત્ત્વના આસ્તિક્યમાં ફેરવી નાંખો. આત્મામાં ઉપેક્ષા ને પુદ્ગલમાં અપેક્ષા છે તેને ફેરવી નાંખવાનું છે. કાંઈક છોડો તો કંઈક મળે. મારા આત્મામાં જ આ ગુણો રહેલાં છે તેનો જ હું કર્તા બની શકું છું. તો જ જિનની વાતનો સ્વીકાર થાય અને મોહનો વિગમ થાય. જ્ઞાન રૂપે થવું તે જ તારું કાર્ય છે. જ્ઞાન એ જ તારું જીવન છે. છતાંયે અજ્ઞાનતામાં જ રહેવાનું મન થાય છે. હવે મોહની ચુંગલમાંથી નીકળવા હોંશિયારી કેળવવી રહી. હું જ્ઞાનનું પાત્ર છું. મારા પાત્રમાં જ્ઞાન જ રહી શકે બીજું કાંઈ રહી શકે તેમ પણ નથી એ પ્રમાણે જાણતો હું ગુણો નો આધાર છું. જ્ઞાન જ મારૂં સ્વરૂપ છે. ઉપયો: અક્ષણો નીવઃ આ પ્રમાણે પોતાના આત્માને જાણતો અને બાકીના દ્રવ્યો અન્ય છે અને જીવ આ બધા દ્રવ્યોથી નિરાળો છે. ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય પુદ્ગલસ્તિકાય કાળ બધા જ દ્રવ્યોમાં જ્ઞાનનો અભાવ છે. આ જાણીને આત્માને આત્મા પર અપૂર્વપ્રેમ આવી જવો જોઈએ. હમણાં આપણો અપૂર્વ પ્રેમ પુગલ - દ્રવ્યમાં ઢળી રહ્યો છે માટે પોતાનામાં નિરસ બની ગયો છે પોતાનું એને જ્ઞાન-ભાન નથી અને પુગલની પહેચાન અનાદિથી છે અનઆત્મવમાં પણ જનમ્યો ત્યારથી છે. દરેક ભવમાં પુદ્ગલના જ્ઞાનને વધારતો જાય છે અને આત્માના જ્ઞાન - ભાવને ઘટાડતો જાય છે. નાના બાળકને કોઈકે રમકડું આપ્યું ને પછી લઈ લે છે તો રડવા માંડે છે. એની પાસે ખાવાનું હશે - બીજો માંગશે તો તરત ખભા ઉલાળશે. - આ પુદ્ગલનું જ્ઞાન એને છે જ - આત્માની કાંઈ જ જાણકારી નથી. પણ શરીરની વેદનાને એ વ્યક્ત કરે છે આટલું સાંભળતા પણ આપણને કાંઈ થાય છે? વિરલા જ આ સંસાર છોડી પ્રભુના માર્ગે સંચરે. ઉદા. વજસ્વામી - નાનો જ્ઞાનસાર || 23