________________ અવ્યાબાધ અને અગુરુલઘુ- એ સ્વરૂપવાળો છું.” આત્મદ્રવ્ય છું. અને તેમાં અનંત જ્ઞાનાદિગુણો રહેલા છે, એ રીતે સ્વીકાર થાય અર્થાત્ જ્ઞાનનો ઉપયોગ એ રીતે ચાલવો જોઈએ. આ વાત નિરંતર રહેવી જોઈએ તે રહેતી નથી, અને આંખોથી જે દેખાય છે અને ઈન્દ્રિયોથી જે અનુભવાય છે તે યાદ રહે છે, અને સ્વરૂપનું વિસ્મરણ થઈ જાય છે. માટે આ જ સ્વરૂપમાં આત્માનો ઉપયોગ રહેવો ઘટે. અરૂપી સ્વરૂપના દર્શન થવાનાં નથી, જ્યારે જ્ઞાનાદિગુણ સ્વભાવને તો અનુભવી શકાય છે. વિષયોમાં રાગાદિભાવ ન થાય તો આનંદની પ્રાપ્તિ થાય, ત્યારે સ્વભાવ પ્રાપ્તિ થઈ કહેવાય. અપૂર્વશ્રદ્ધાના અને જ્ઞાનના બળથી સ્વરૂપને પકડી શકાય છે, અને તે પ્રમાણે અપૂર્વ વર્ષોલ્લાસ પ્રગટાવે તો તેનું કામ થઈ જાય છે. પુર્ણ ઢંકાયેલા સ્વરૂપનું સ્મરણ અતિ દુષ્કર છે, તેમજ વર્તમાનમાં જે આપણું કર્મકૃત રૂપાદિ વિકૃત સ્વરૂપ છે તેને ભૂલવું એ પણ અતિદુષ્કર છે. વર્તમાનમાં આપણો પર્યાય નિત્યાનિત્યસ્વરૂપે છે. આત્મા અનાદિકાળથી કર્મકૃત અવસ્થાને કારણે શરીર, રૂપ, આકાર, કુળ વિગેરે પર(પુદ્ગલ પર્યાય)નો કર્તા બનેલો છે. એમાંથી મુક્ત થવાનું છે. તું અરૂપીનો કર્તા છે. દ્રવ્યથી નિત્ય એવો આત્મા પોતાને અરૂપી જાણે માને અને વર્તે તો જ અરૂપીનો કર્તા અને ભોક્તા બની શકે. | સ્વરૂપના કર્તા બનવા માટે આત્માએ પ્રથમ સ્વભાવના કર્તા બનવાનું છે, પણ જો સ્વભાવનો નિર્ણય ન હોય તો સ્વરૂપનો કર્તા બની શકવાનો નથી. સ્વરૂપ સ્થિર છે. સ્વભાવ પરિણામી છે. સ્વભાવમાં જ પરિણમન થાય છે, અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્યનું પરિણમન થાય છે. જ્ઞાનગુણના કર્તા અર્થાત્ આત્મવીર્યની સહાય લઈને શેયના જ્ઞાતા બનવાનું છે. આત્મા દ્રવ્ય છે અને તેમાં જ્ઞાન ગુણ રહેલો છે તે જ્ઞાનગુણ વડે જ પોતાના આત્માને જાણવાનું સૌ પ્રથમ કરવાનું છે. જ્ઞાનસાર // 254