________________ ક્રોધ એ મારો સ્વભાવ નથી મારો સ્વભાવ તો ક્ષમા છે, સમતા છે. જો આ ભાવમાં જીવ રમ્યો તો ક્રોધનો ઉદયનિષ્ફળ ગયો. જ્ઞાનીઓએ કહયું છે જીવ દ્રવ્ય પ્રત્યે પ્રીતી કરવાની છે. દ્વેષ અનેક રીતે પ્રગટ થાય. ક્રોધથી, ઈર્ષ્યાથી, આપણે એને પકડવાનું છે. આત્માના જે જે પરિણામ છે તે તે સ્વરૂપે થવુ તે આત્માની સ્થિરતા છે, તે તે સ્વરૂપે ન થવુ તે અસ્થિરતા છે માટે મોહના ઉદયનું વારણ કરતાં આવડવું જોઈએ. અપ્રશસ્ત મોહનો સર્વથા ત્યાગ કરવા જેવો છે કારણ કે આત્માને પોતાના સ્વભાવથી અપવિત્ર કરે છે. જયાં સુધી પૂર્ણ તત્ત્વ પ્રગટ ન થાય ત્યાં સુધી તેના સાધનો પ્રત્યે પ્રશસ્ત મોહ થશે, પણ તે નિશ્ચયથી હેય છે અને વ્યવહારથી ઉપાદેય છે, એ પણ વિભાવ પરિણામ જ છે. આત્મા સ્વભાવે વીતરાગ, માટે એણે રાગ કરવો જ નહીં પણ જયાં સુધી અપ્રશસ્ત રાગ છોડી શકતો નથી ત્યાં સુધી એણે પરાવૃત્તિ કરવી. અપ્રશસ્તનો રાગ - સંસારના પાત્રોનો રાગ છૂટતો નથી તો દેવ-ગુરૂ ધર્મનું આલંબન લઈને એના પર રાગ કરવાનો છે પણ જેનામાં સામર્થ્ય છે એણે આ રાગ કરવાનો નથી પત્ની પ્રત્યેનો રાગ ખૂબ હતો તેને ઉઠાવીને પરમાત્મા પર લાવ્યા. આમ અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં જવાનું છે અને છેલ્લે પ્રશસ્ત ને ય છોડવાનું છે કેમ કે તે “વીતરાગતા' ને પ્રગટ થવામાં બાધક બને છે ઉદા. ગૌતમ સ્વામી -પ્રભુ પ્રત્યે પ્રશસ્ત ભાવ -તે ભાવ વર-વીર કરતા વી-વી થતાં ખ્યાલ આવ્યો કે પ્રભુ તો વીતરાગ હતા અને તેમના પર રાગ હતો મારે પણ વીતરાગ બનવાનું છે પ્રશસ્ત ભાવ છૂટી ગયો અને શુદ્ધ પ્રગટતાં કે તુર્ત જ કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું. પ્રશસ્ત રાગ તો કરાય જ -એમ એકાંતે ઉપાદેય જે માને તો તેમિથ્યાત્વ જેને ગુરૂ માને છે તેમાં જ ગુણ વૈભવ દેખાય અને બાકીનામાં કોઈ ગુણ જ ન દેખાય તો તે અપ્રશસ્ત રાગ છે.વ્યક્તિનો રાગ છે પણ ગુણનો રાગ જ્ઞાનસાર || 249