________________ જુવે તો રૂપ ને આકાર જ દેખાય પણ નિજ - પર સ્વરૂપ ન દેખાય આથી આત્માએ દિવ્ય ચક્ષુથી જોવાનું છે આપણે સ્વરૂપ નથી જોતાંને વિરૂપ જોઈએ છીએ. એકબાજુ ત્રણ ભુવન અને એક બાજુ આત્માની શક્તિ તો આત્માની શક્તિ વધી જાય. પણ આપણે ત્યાં હંમેશા રૂપ ને રૂપિયાવાળાને જ જગતમાં સ્થાન મળે છે, સ્વભાવ - સ્વરૂપ જોનારાને જગત જોતું પણ નથી. આત્માની સ્વરૂપને જોવાની જે દૃષ્ટિ હતી તેને મોહે છેતરી. આત્માએ પોતાને શરીર તરીકે પકડયુ-એમિથ્યાત્વનું મૂળિયું છે. મમકાર અને અહંકાર એ મોહનાં મુળિયા છે - પ્રશમરતિમાં વ્યવહાર નયની પ્રધાનતા બતાવી છે. જ્ઞાનસારમાં નિશ્ચય એપ્રધાન છે. ક્રોધ અને માન-એ “અહંકાર'ના તેમજ માયા અને લોભ મમકાર” ના પર્યાય છે. અગ્રાહ્ય વસ્તુને ગ્રહણ કરવી તે લોભનો પરિણામ અને સાચવવા - છૂપાવવાના જે પરિણામ એ માયાનો પરિણામ છે. માયા હોય ત્યાં મૃષા આવે જ, મિથ્યાત્વ ઊંધુ મનાવે અને માન તે રીતે વર્તાવ શરીર એ હું એ મિથ્યાત્વ અને એ રીતે વર્તાવે તે માન. સ્વભાવ પરિણામમાં આત્મા નથી તો આત્માનું સતત મરણ અને સાગરોપમની સ્થિતિમાં કર્મનો બંધ ચાલ્યા જ કરે. જેટલો કષાય ભળે તેટલો રસ વધારે. મોહના સંબંધથી કર્મબંધ સંબંધોમાં પરસપર આત્મ કલ્યાણની ભાવના હશે તો એકબીજાના કલ્યાણ મિત્ર બનશે. મોહની ચપળતા કહો કે અસ્થિરતા કહો- તેનો સ્વભાવજીવનેપરમાં પ્રેમથી ઘસડી જવાનો છે અને રમણતારૂપ ચારિત્રને તે રોકનાર છે માટે જીવે બંધ બાંધતી વખતે ચેતવું, મોહના ઉદયને નિષ્ફળ કરવો. બંધ સમયે ચિત્ત ચેતીએ રે, ઉદયે શ્યો સંતાપ સલૂણા' જે મોહ ગુણમાં વિપર્યાસ ઉત્પન્ન કરાવી જીવને ચારે ગતિમાં રઝળાવે છે માટે જીવે પરને છોડી “સ્વ” માં વસવુજેમ કે ક્રોધ આવ્યો ત્યારે વિચારવું કે જ્ઞાનસાર // 248