________________ આ કંઈ પોપાબાઈનુ રાજ નથી કે યોગ્યતા વિના આપણને તેની ગોદમાં સમાવી લે. જો અયોગ્યતા હોય તો ગોદમાં સમાવવાને બદલેનિગોદમાં પણ પહોંચાડી દે. જૈન દર્શન એટલે અભુત - અપૂર્વ-અણમોલ એવું ન્યાયી - દર્શન . શાસ્ત્રકારો ભેદ બતાવે છે કે ગૃહસ્થને પતનના નિમિત્તો છે અને સાધુનું પતન થશે તો પણ એનું ઉત્થાન થતાં વાર નહિ લાગે કારણ એની આજુબાજુના નિમિત્તો સારા છે. મુનિઓ, શાસ્ત્રો, વાચનાઓ વગેરે. આત્મા કેવો છે? જ્ઞાન, દર્શન અને શીલ - ચારિત્રના સ્વભાવવાળો છે અને વિશુદ્ધ સ્વરૂપવાળો છે. આવો આત્મા સંસારમાં પરિભ્રમણ કરી રહયો છે આત્માને કર્મના કારણે ૭વર્ગણા આવીને એ અસ્થિર સ્વભાવવાળી હોવાથી આત્મા અસ્થિર બની ગયો એટલે જ સ્વભાવથી પણ અસ્થિર બની ગયો. એક શરીર પરિગ્રહ આવ્યો તો એની પાછળ તમામ પરિગ્રહની લંગર આવી. ઘરની શોભા માટે પણ પરિગ્રહ અને તેની ઉપરનો મોહ એ આત્માની પીડા. ઘરમાં રહેવું પડે ને સમાજમાં ઠીક રહેવા માટે ઘરને વ્યવસ્થિત રાખવું પડે, ને મોહની આપણા ઉપર સવારી બરાબર ચાલે એક મિથ્યાત્વનો પરિણામ - બીજા કેટલા મોહના પરિણામો લાવે છે. સમાજનું સર્ટીફીકેટ કદી ૧૦૦%નું મળવાનું નથી અને જ્ઞાનીનું સર્ટીફીકેટ જોઈતું નથી. ધન-સ્વજન-શરીર - શબ્દથી સંગીત એ ૪દ્રવ્ય મોહબતાવ્યા. આત્મા આ ચારને પર દ્રવ્ય તરીકે ન સ્વિકારે તો મોહ-મિથ્યાત્વ. સંસારી આત્મા જરૂર પડે - પ્રાણ છોડી દેશે પણ ધનનો ત્યાગ નહીં કરી શકે. ધનને 11 માં પ્રાણ બતાવ્યો છે. પ્રયોજનથી શરૂઆત થાય અને પછી ધન જીવન બની જશે. આ જ તો કાવતરાબાજ મોહની ચાલ છે એનાથી સાવધ બની જવાનું છે “અહં” અને “મમ” એ 4 અક્ષરનો મંત્ર મોહદેવતાથી અધિષ્ઠિત છે અને આખું જગત એમાં આંઘળું બન્યું છે. આંખ કોને કહેવાય? જે આંખ વડે આત્મા નિજને પરનું દર્શન કરે તે આંખ કહેવાય એ રીતે ન જુવે તો આંધળો ગણાય. જગતને ચામડાની આંખોથી જ્ઞાનસાર || 247