________________ ન આવે માટે બીજી સ્ત્રી શોધીને પરણાવી, મયણાએ શ્રીપાલ દેશાટન ગયા ત્યારે રંગરાગનો ત્યાગ કર્યો છે. મિથ્યાત્વને કારણે આત્મામાં ભ્રમ ઉભો થઈ ગયો છે નિજ અને પર, મારૂં - તારૂં. દેહાદિક આતમ ભમે, કલ્પ નિજ–પર ભાવ, આતમજ્ઞાની જગ લહે, કેવળ શુદ્ધ સ્વભાવ. આ છું અને “આ નથી' એનિર્ધાર ન થાય ત્યાં સુધી મોહનો પરિણામ છે. મારા-તારાપણાનો ભાવ હોય ત્યારે મોહનો ઉદય છે. સંસારનું મૂળિયું મોહ છે. માટે એને પરખવાનો છે ધર્મના પરિણામની અનુભૂતિમાં બાધક તત્ત્વ મોહનો પરિણામ છે. મોહ દૂર થઈ જવો એ જ આરાધનાનું ફળ છે. જે દ્રવ્ય-મોહનું કારણ બને તે દ્રવ્ય મોહ. દા.ત. મદીરાપાન કરે તેની ચેષ્ટાઓ ફરી જાય. વિગઈવાળા આહાર -પાન કરે તો ઈન્દ્રિયો વિકારીત બને એ મોતનું કારણ છે. આયંબિલના ખોરાકમાં પણ મરી -મસાલા વાપરે, ગરમાગરમ વાપરે, સ્વાદથી વાપરે, અધિક પ્રમાણમાં વાપરે તો તે ઈન્દ્રિયોને ઉત્તેજિત કરે છે. મદીરા આત્માને ભાન ભૂલાવે છે, મૂઢ બનાવે છે, વિવેકહીન બનાવે છે. દ્રવ્ય -મોહપણ મદીરા જેવુછે સ્વજન-ધન મોહનું કારણ બને છે કર્તવ્ય ભૂલાવે છે. ભાવથી મોહઃ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે. અપ્રશસ્ત મોહ સમસ્ત પાપસ્થાનક (18) હેતુભૂત જે પરદ્રવ્ય તે બધા જ અપ્રશસ્ત મોહનું કારણ છે. કુદેવ -કુગુરૂ-કુધર્મ પર કરેલો રાગ અપ્રશસ્ત મોહ થયો. પ્રશસ્ત મોહ: મોક્ષ માર્ગને વિશે, જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રત્યે રાગ સુદેવ, સુગુરૂ, સુધર્મ પ્રત્યે કરેલો રાગ તે પ્રશસ્ત રાગ દેવ-ગુરૂ-ધર્મ મારા તો મારાપણાનો ભાવ આવ્યો પરમાત્મા તો સર્વના છે. સ્વરૂપથી વાતસ્વિકારે તો સર્વની વાત આવે એકી સાથે અનંતા પરમાત્માને જોતો હોય. વિશાળ દૃષ્ટિ જ્ઞાનસાર // 245