________________ સાધુ જીવનનું સુખશું? ચારિત્રમાં રમણતા હોય અને જ્ઞાનનો આનંદ પછી એ સાધુ જંગલમાં, સ્મશાનમાં ગમે ત્યાં હોય એ નિર્ભય જ હોય. * મોહના બે પરિણામઃ મિથ્યામોહ અને ચારિત્રમોહ (1) મિથ્યામોહ પહેલા વિચાર બગાડે. વિચાર જ્ઞાન - ચેતાનાનું કાર્ય છે એમાંમિથ્યામોહ ભળવાથી વિચાર બગડે. (2) આત્મા સ્વસ્વભાવ પ્રમાણે વર્તતો થાય એ ચારિત્ર અને વીર્યનું કાર્ય કરે છે, અને તેમાં ચારિત્ર મોહરૂપ કષાય ભળતા તે આત્માના સ્વભાવની વિઢદ્ધ વર્તે. આત્માને અક્ષય રૂપે સ્વીકાર્યો નથી માટે શરીરને ટકાવવા મથીએ છીએ જરૂર પડે તો લંડન અમેરીકા જવા પણ તૈયાર થઈએ પણ આત્મા માટે શું કરીએ છીએ? “અરિ મિત્રાદિ કલ્પના, દેહાત્મ–અભિમાન, નિજ પર તનુ સંબંધ મતિ, તાકો હોત નિદાન હું અને મારું' આ બે થી જગત આંધળુ છે માટે બધા જ સાથે દુશ્માનવટ કરી. દેહની મમતા એ કાર્ય કરાવે છે. આત્મા અક્ષય છે તે ન માન્યુ અને દેહ જે નાશવંત છે તેને અક્ષય રાખવાનો પ્રયત્ન કર્યો. જયાં મમતા છે ત્યાં પીડા અને જયાં નિર્મમત્વભાવ છે ત્યાં સમતા - યાને મોક્ષનુ સુખ સમાયેલું છે' “રંગરાગ ઉતારે તે મુનિ માટે મુનિને મોક્ષમાર્ગ સરળ અને શ્રાવકને રંગરાગમાં રહીને એનાથી દૂર રહેવાનું છે વ્યવહારની ભૂમિકા મુજબ ઉચિત કરવું પડે છતાં અંતરમાં ન્યારા રહેવું તે મોક્ષમાર્ગ છે. અનુપમા શ્રાવિકા તરીકે હોવા છતાં મુનિ જીવન સાધ્યું હતું માટે અંદરથી નિર્લેપ રહયાને બહારથી બધો વ્યવહાર પણ કર્યો. માટે આજે મહાવિદેહમાં કેવલી પર્યાયમાં વિચરી રહયા છે. એક પુત્ર થયા પછી બ્રહ્મચર્યનું પાલન જાવજજીવ સ્વીકાર્યું. પોતાના આત્માને બચાવી લીધો. પતિને વિકલ્પ જ્ઞાનસાર // 244