________________ કાળ અનાદિ અતીત - અનંતે જે પર - રક્ત, અંગાગી પરિણામે, વર્તે મોહાશક્તિ. મનની હાજરીમાં વ્યક્ત મિથ્યાત્વ આવે અને એની હાજરીમાં કર્મ પણ વધારે બાંધે. “મન એ મમતાને બાંધવાનું ને સમતાને સાધવાનું કારણ છે.” સમ્યત્ત્વની હાજરીમાં મમતા ન જ બંધાય એવું નહીં પણ રસ તીવ્ર ન બંધાય કારણ મમતાને હેય માને છે સત્વની ખામીને કારણે ત્યાગ કરી શકતો નથી (મયણાએ કોઢિયાનો હાથ પકડ્યો ત્યારે એની માતાની આંખમાં આંસુ આવી ગયા સમકિતી છે છતાં મમતા હોવાથી આંસુ આવ્યા હતા. જગતને તત્ત્વ - દૃષ્ટિથી જાણે તે મુનિ અને એ પ્રમાણે અનુભવ કરવા યત્ન કરે તે યતિ તત્ત્વનું અનુભવવું એ મુનિપણું છે. મોહને જેટલા અંશે ટાળે તેટલા અંશે મુનિ પણ આવે સંબંધો કાપી નાંખ્યા છતા પણ અંદરથી મોહના સંબંધ કાપી નાખ્યા હોય તો ગમે તેવી ઘટના બને તો પણ એને આંચકો ન લાગે. સત્તાગત મમતાને ટાળવાનો પ્રયત્ન કરે. ‘યપિ જ્ઞાને યતિવર હો' - પ્રસન્નચંદ્ર રાજર્ષિને સત્તામાં રહેલો મમતાનો પરિણામ પ્રગટ થવાથી 7 મી નરકના દળીયા બંધાયા, સુલતાના ૩ર પુત્રો એક સાથે યુદ્ધમાં મૃત્યુ પામ્યા ત્યારે અભયકુમારને એને સાંતવના આપવા જવું પડ્યું તુલસા સમકિતી છે. તીર્થકરનો આત્મા છે, પરમાત્માએ તેની શ્રદ્ધાના વખાણ કર્યા છે વિરતિ ગમે છતાં વિરક્ત ભાવનો પરિણામ ચારિત્રમોહનીયનો અંતરાય કર્મ ઉદયમાં હોવાથી ભાવોલ્લાસ ન જાગ્યો. વીતરાગતાનો અનુભવ ન થાય કારણ સ્નેહનો પરિણામ છે એ સત્વ જાગવા દેતું નથી, વિરતી -મોહના પરિણામથી અટકી જાય. શુભનું દાન કરીને પુણ્ય બાંધે પણ આત્મા પોતાના સ્વરૂપને હરી લે છે. આવરી લે છે. મારી શું વસ્તુ છે અને મારૂ શું નથી પ્રથમ તેનું જ્ઞાન તો હોવું જોઈએ. ચંદનબાળાએ પરમાત્માને બાકુળાનુ દાન આપ્યું અને દાનનું ફળ દાન તેને મળી ગયું. સોનૈયાનીવૃષ્ટિ થઈ તે રાજા લેવા ગયો તો ઈદ્ર મહારાજાએ તેમને રોક્યા અને ચંદનાએ એના અધિકારી તરીકે મૂળાને જણાવી. સાધુપણાનો જ્ઞાનસાર | 242