________________ અનુબંધ ચંદનાએ ત્યાં જ બાંધ્યો છે અને પ્રતિજ્ઞા કરે છે કે કયારે પરમાત્માને કેવળજ્ઞાન થાય અને કયારે હું તેમના હાથે ચારિત્ર ગ્રહણ કરૂં. ચંદનબાળાએ પરમ રત્નપાત્રમાં દાન આપ્યું છે અને પરમાત્મા પરમપાત્ર છે, પરમ-પાત્રમાં દાન પણ પરમ, તેથી દાનના ફળ રૂપે ચારિત્રનો અનુબંધ બાંધ્યો.૪ થે ગુણ સ્થાનકે ભાવમૈત્રી, પમે ગુણ કે કાર્યમૈત્રી, છઠાથી સ્વભાવ મૈત્રીની શરૂઆત શ્રેણિમાં માત્ર સ્વભાવ-મૈત્રીજ હોય એમ યોગીરાજ કહે છે. ધ્રુવપદરામી સ્વામી માહરા રે, નિષ્કામી ગુણરાય, નિજગુણકામી તુ ધણી, કો ધ્રુવ આરામી થાય. જ્ઞાનના પરિણામ વસ્તુનો યથાર્થ નિર્ણય કરે અને તે વસ્તુનો હેયોપાદેય રૂપે સ્વીકાર કરવો અને સ્વ સ્વભાવની રૂચિ થાય ત્યારે સમ્યગ દર્શન. પોતાને જે નિર્ણય થયો એમાં હવે રમણતા, કરવી તે ચારિત્રનો પરિણામ છે. સ્વભાવથી સ્વરૂપમાં રમવાનું તે ચારિત્ર તેમાં રમણતા કરતા હોય ત્યારે મુનિ કેવા પરીણામમાં હોય? મરણાંત ઉપસર્ગો-નિમિતો આવીને ઉભા રહે ત્યારે તે ભય ન પામે તે પોતાના સ્વરૂપને જાણે છે. સ્વભાવથી સ્વરૂપમાં રહેવાનો પ્રયત્ન કરવાનો છે સ્વરૂપથી અક્ષય અસંખ્ય પ્રદેશી છું તે પ્રદેશો કયારેય નાશ પામતા નથી આ રીતે જાણે તે સ્વભાવ થયો. શરીર બળતું હોય તો પણ પોતે બળે નહી અર્થાત્ સમતા રસમાં મહાલતા હોય. જયારે આપણને તો કોઈ બે બોલ કહી જાય તો સામેના પ્રત્યે મન બગડી પણ જાય છે અને એના ઉપર બળી પણ જઈએ છીએ. આપણો નિર્ણય હજી બરાબર નથી માટે આવુ થાય છે આત્મામાં સમ્યગદર્શન અને ચારિત્ર બે ગુણ છે. વિપર્યાસ રૂપે ચેતના અને વીર્યપરમાં લઈ જાય છે. હાથમાં માટીના બે કોડીયાછે. એમા એકમાં “ઘી' અને બીજામાં “છાસ' છે ઠેસ વાગી-હવે એક બચી શકે એમ હોય તો ઘી ને જ બચાવવાની કોશિશ કરે છે કારણ ઘી' ની કિંમત છે. એ જ રીતે આત્માને શરીરનો ભેદ જે આત્માને થશે તે જ આત્મા- આત્માની કિંમત સમજી શકશે અને શરીર કરતા આત્માની રક્ષા પ્રધાન પણ કરશે. જ્ઞાનસાર // 243