________________ બની જાય. એકને જુવે તો દૃષ્ટિ સાંકડી બની જાય જેમાં જેમાં ગુણો તે તે ગુરૂ નહીં તો દૃષ્ટિરાગ. અન્યમાં પણ સ ભૂત ગુણો હોય એના પર બહુમાન ન આવે તો વાસ્તવિક ગુણોનો રાગ જ નથી. જેટલા અંશે ગુણ તેટલા અંશે સ્વિકારે. અન્ય દર્શનમાં રહેલાનાં ગુણો પ્રત્યે પણ ગુણોનો રાગ કરવાનો છે. સામાચારી ભેદ, સમુદાય અલગ હોય તો પણ ગુણો હોય તો એનો પક્ષપાત પણ હોવો જોઈએ. 0 પ્રશસ્ત રાગ એટલે શું? જે કષાયને પાતળા કરે અને ગુણો સન્મુખ લઈ જાય તે પ્રશસ્ત રાગ,નિશ્ચચયથી હેય, દોષરૂપ વહેવારે ઉપાદેય આત્મા સત્તાએ વીતરાગ છે. વીતરાગ સ્વભાવ એ આપણું સાધ્ય છે એટલે આપણો પતિ કોણ? ઋષભ એ આપણો પતિ કેવળજ્ઞાનથી યુક્ત વીતરાગ ભાવથી જે પરિપૂર્ણ છે એ મારો પતિ પરિપૂર્ણ ગુણોથી જે શોભે છે એવો આત્મા તે ઋષભ. રીઝયો સાહિબ સંગ ન પરિહરે, ભાગે સાદિ અનંત.” શુક્લ ધ્યાન અવલંબી રે, એ પણ સાધન દાવ વસ્તુ ધર્મે ઉત્સર્ગે રે, ગુણ-ગુણ એક સ્વભાવ. મોહને જીતવાનો માર્ગ શું? જે મોહને પરિપૂર્ણ જાણે નહી તે મુનિ નહી. મોહને ન જાણે તો જગત પર કરૂણા ન આવે અને કરૂણા ન આવે તો ચારિત્રનો વિકાસ થાય. મુનિને ઈન્દ્ર - ઈન્દ્રાણીની ચેષ્ટા જોઈને હાસ્ય આવ્યું તો અવધિજ્ઞાન ખસી ગયું, કરૂણા કરવાની હતી તેને બદલે હાસ્ય આવ્યું. આજે મુમુક્ષ આત્માઓને તત્ત્વની વાત નથી ગમતી તો દીક્ષા જીવનમાં આવીને એ કરશે શું? દીક્ષા લીધી તેથી સાધુ બની ગયો લોકોનાં ગુરૂ બની ગયાં પરંતુ વાસ્તવમાં દીક્ષા લીધા પછી જ ખરૂં મુમુક્ષુપણું આવે અંદરનો મોહ હવે અહીં આવીને છોડવાનો છે જગતને તત્ત્વ દૃષ્ટિથી જોવાનું છે. જૈન શાસાન એ પરિણતી -પ્રધાન શાસન છે જેના દર્શન એ વિરાટ દર્શન છે અને તેમાં આપણે સમાવું હોય તો વિશાળ દૃષ્ટિવાળા બનવું પડશે. જ્ઞાનસાર // 24