________________ છે. એ પરમાં અનાદિથી વહી રહી છે ને સંસાર વધી રહયો છે. એ લબ્ધિ જયારે અંદરમાં જશે ત્યારે સંસાર સૂકાશે અને શાશ્વત ધામની પ્રાપ્તિ થશે. પરમાત્માએ પોતાના આત્માને કેવળજ્ઞાનનું નિરંતર ધન આપ્યુંને વ્યવહારથી જગતને જ્ઞાનનું દાન આપ્યું. સૂત્ર -દાન ગુરૂ પાસે વિધિપૂર્વક ગ્રહણ કરવું તે આત્માએ આત્માને દાન આપ્યું કહેવાય. જ્ઞાનનું દાન જેમ જેમ આત્મામાં થતું જાય તેમ તેમ અજ્ઞાન - કષાય - વિષય વાસના દોષોથી ખદબદતો પોતાનો આત્માદેખાય.અંદરની આંખ ખુલ્લી થાયને જગતની સામે જોવાનું બંધ થાય તો આત્માને લાભ. હવે કરૂણાનો પરિણામ આત્મામાં આવ્યો તે લાભ એટલે ચારિત્રનો લાભ થયો. જ્ઞાનનો ભોગ અને ચારિત્રનો ઉપયોગ અને આ બધામાં વીર્યનું વપરાવવું આમ આત્મા પોતાને પાંચનું દાન કરે એ નિશ્ચયથી વાત થઈ. સમતા રસને કેળવવો હોય તો, ધારો કે કોઈ કે તમારા પર કારણ વગરનો ક્રોધ કરી લીધો તમે એમના શબ્દનો સ્વીકાર કરીને તમે પણ સામા ક્રોધે ભરાણા તો તમને પણ કર્મ કલંક લાગ્યું પણ તમે સામેનાએ જે કહ્યું તેનો સ્વીકાર ન કર્યો - “જે કહેવું હોય તે કહે હું તો તેવો નથી. પછી મારે શું” એમ વિચારી શાંત, સમતા પરિણામમાં રહયા હો તો તમે સમતા રૂપ સ્વભાવમાં આવ્યા છો એમ કહેવાય. સમર્થ હોય તેણે પ્રતિકાર નહીં કરવો પ્રતિકાર કરવો જ હોય તો માત્ર કર્મોનો જ કરો. જન્મ લીધો એ મોટો ગુનો અનેક જીવોના જન્મમાં આપણે નિમિત બનીએ છીએ. એક “સ્વ”નું જીવન ચલાવવા અનેક જીવોને સંહાર કરી રહયા છીએ. આપણે આપણા ગુનાને જોતા જ નથી ને પરનાં ગુનાને જોયા વિના રહેતા નથી. * ચારિત્રએ શું છે? ચારિત્રએ વસ્તુનો ધર્મ છે. આત્મા એદ્રવ્ય છે અને તે ગુણોનો આધાર છે. સિદ્ધમાં પણ આત્મા છે માટે ચારિત્રરૂપ ગુણ તેમનામાં રહેલો છે. સર્વજ્ઞની દૃષ્ટિએ દ્રવ્ય એ ગુણનો આધાર છે વળી તે શાશ્વત છે વળી તે અનુત્પન્ન છે માટે જ્ઞાનસાર // 233