________________ તેયતિયતનાત યતિ. જે અસ્થિર છે - અનિત્ય છે તેના તરફ મોહ આપણને ખેંચી જાય છે માટે આપણે અસ્થિર બનીએ છીએ. પર વસ્તુનું આત્મામાં પરિણમન થતું જેટલા અંશે અટકે તેટલા અંશે આત્મા ચારિત્રમાં સ્થિર થાય. મોહના પરિણામને ભોગવે નહીં તો તે ખરી જાયનિષ્ફળ જાય આથી સ્થિરતામાં બાધા ન આવે. વ્યવહાર ચારિત્ર જો શુદ્ધ ભાવનું ન હોય તો તેથી પણ સંસાર વર્ધક બને છે. ભાવસ્થિરતા-પ્રથમ ભાવમાં સ્થિરતા જરૂરી છે જીવને કાં તો ભવનો ભાવ હોય કાં તો સ્વભાવનો ભાવ હોય. સમ્યગ્ગદર્શન પ્રગટે એટલે સ્વ-પરનો નિર્ણય થાય. “હું આત્મા છું હું એટલે શરીર નહીં” એવું જે ભેદજ્ઞાન થાય અને માન્યતામાં તે સ્થિર ભાવે બેસી જાય તે જ સમ્યગુ દર્શનની સ્થિરતા. સમ્યગૃષ્ટિનું મન મોક્ષમાં જ. સમ્યગૃષ્ટિનો એકાંત નિર્ણય જ હોય જિન પન્નત તત્ત, ઈય સમ્મત મએ ગહિયજિનેશ્વર પરમાત્માએ જે તત્ત્વની પ્રરૂપણા કરી તે જ સંપૂર્ણ સત્ય તત્ત્વ છે. તે મને સંપૂર્ણ માન્ય છે, આ પ્રમાણે સ્વીકાર એ સમ્યકત્વ છે. મિથ્યાત્વછૂટે તો જ સમ્યક્તનો આત્મઘરમાં પ્રવેશ થાય. જે જનારું જ છે તે પર’ને મેળવવા મહેનત શા માટે? યતિ ઓ સ્થિરતા રૂપી ચારિત્ર પ્રગટી જાય તેટલા પૂરતુ જ શરીર પાસેથી કામ લે છે. આત્માનું જ લક્ષ બંધાઈ જાય અને શરીર ગૌણ બની જાય ત્યારે જ આત્માનુભૂતિ થાય. * જીવે જીવન જીવવાનું છે કોને માટે? ભાવપ્રાણની રક્ષા શુદ્ધિ - વૃદ્ધિ માટે જીવન જીવવાનું છે અને એ માટે દ્રવ્યપ્રાણોની સહાયતા લેવાની છે તો તે વાસ્તવમાં સાધ્ય સ્વરૂપ કહેવાય. (દા.ત. મેઘકુમાર જે સાધુની રજ પણ સહન કરી શકતો ન હોય તેણે પ્રભુના કહેવાથી આંખસિવાયના સમગ્ર શરીરની સ્પૃહા છોડી દીધી. આવુ કયારે બને? જયારે આત્માની ચેતના જાજવલ્યમાન બને ત્યારે જગતનું સૌંદર્ય પણ જોવું ન ગમે. જ્ઞાનસાર // 236