________________ આત્મા જ પરમાત્મા છે એવચન સ્વીકારી લો “આત્મા સો પરમાત્મા'. પરથી પર થઈ પોતાની પૂર્ણતાને પ્રાપ્ત કરી લીધી છે તે જ પરમાત્મા છે. આ પરમાત્મા સ્વરૂપ દરેક આત્મામાં પડેલું છે તો પછી પોતાના આત્મામાં રહેલા કેવળજ્ઞાનના દર્શન કરતા થઈ જઈએ તો પરમાત્મા અને પોતાના આત્માની ભેદરેખા ભૂંસાઈ જશે અને તેથી પોતાના આત્માના ગુણો ગમતા થઈ જશે અને તેને હરરોજ નમતા થઈ જશું. અહો અહો હું મુજને નમુદેરાસરમાં પરમાત્મા ગમી જાય તો એના માટે ધન આદિ કેટલું છોડો છો તે જ રીતે હવે પોતાને પોતાના પરમાત્મા, આત્મ ગુણો ગમી જાય તો એના માટે શું છોડી શકો. તેને પામવા સંસારનો ત્યાગ કરી સર્વવિરતિ ઉચ્ચરોને?!!' પણ કમનસીબી એ છે કે પરમાં જતા - પરભાવમાં જતા એવા આપણને આપણો આત્મા યાદ આવતો નથી ને બાકી બધું યાદ આવે છે. પરમાત્માના ધ્યાનથી પોતાના પરમાત્માનું ધ્યાન લાગી ગયું તો નિર્જરા અને આત્મદર્શન થશે અને સ્વ ગુણોને પકડીને ચાલ્યા તો શુદ્ધ ધ્યાન થશે નહિ તો માત્ર બાહ્ય પ્રતિમાને પકડીને ધ્યાન કર્યું તો પુણ્ય બંધાશે. આંતર વૈભવ એ તત્ત્વદેહ છે. એને પકડીએ તો જિનદર્શન કરતા થાયનિજ દર્શન અને મિથ્યાત્વ નાશ પામ્યું ને પોતાના પર રૂચિ થઈ તો એ પરમાત્માની કૃપા થઈ. આપણા આત્માના દર્શન પરમાત્માએ કરાવ્યા અને પછી કેવળજ્ઞાન દ્વારા જગતના જીવોનું દર્શન કરવાનું છે. ચારિત્ર ગુણ આવે એટલે શું? સમી આવી જાય તો નિગોદથી માંડીને સિદ્ધ સુધીના તમામ જીવોને એક જ દેષ્ટિએ જોશે. કચરા - ઉકરડાના ઢગલા હોય કે આશ્વર્ય ચકિત રત્નોના પુદ્ગલો હોય તમામમાં એક જ દેષ્ટિ એટલે સમદષ્ટિ એટલે સ્થિરતા. પણ આપણે દરેક બાબતોમાં સારા-નરસાના થપ્પા લગાડીએ છીએ એટલે અસ્થિર બનીએ છીએ. આત્માને જાણ્યા વિના જગતને જાણીએ તો નુકશાન મોટુ છે અનર્થનું કારણ માટે યતિઓ આત્મામાં સ્થિર થવાનો પ્રયત્ન કરે સ્થિરતા રૂપ ચારિત્ર છે. પૂર્ણ ચારિત્રસિદ્ધોમાં છે તેને પામવા માટે યતિઓ યત્ન-પ્રયત્ન કરે છે માટે સાધુને યતિનુ વિશેષણ આપ્યું છે. એની પાસે જે પ્રયત્ન કરી પ્રાપ્ત થયેલ છે તે ચાલીન જાય તે માટે પ્રયત્ન કરે જ્ઞાનસાર // 235