________________ સમ્યગ્દષ્ટિ નું તન સંસારમાં અને મન સદા મોક્ષમાં જ હોય. હવે સંસારનો અનુબંધ તેને નહીં પડે આપણે આ ભૂમિકામાં આવ્યા છીએ? તે વિચારવાનું છે. ખૂણે ખાંચરે પણ ભવનો ભાવ ન રહે તે જોવાનું છે. ભાવની સ્થિરતા એવી હશે કે ઉઠતા - બેસતા - ખાતા-પીતા - ઉંઘતા સ્વપ્રમાં પણ મોક્ષ જ દેખાય એવી રૂચિનો પરિણામ થઈ જવો જોઈએ. સિદ્ધપણું એ આત્માનું ઉત્કૃષ્ટ મંગળ છે. પઢમં હવઈ મંગલમ્ તેનાથી આગળ વધીને હવે કોઈ મંગળ નથી. કેવળજ્ઞાન એ ગુણ છે તે પૂર્ણ પ્રગટ ન થાય ત્યાં સુધી મતિ- શ્રુત - અવધિ અને મનઃ પર્યવજ્ઞાન એ બધા એના પર્યાયો છે. સ્થિરતા કોને કહેવાય? તમામ ગુણો પોતપોતાનું કાર્ય કરે ત્યારે સ્થિરતા થાય પછી જેટલા અંશે કરે તેટલા અંશે સ્થિરતા થાય કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી મત્યાદિ પર્યાયો તેનું સતત કાર્યુ કરતા રહે અને પૂર્ણતા આવે ત્યારે સંપૂર્ણ સ્થિર થયો કહેવાય. મારે મારા આત્મવીર્યને મારા આત્મગુણોમાં જ પ્રવર્તમાન કરવું છે પરમાં તો નહીં જ, આ રીતે આત્મા-પરિણતી કેળવી લઈ સર્વસંગથી રહિત બનવાનું છે. શક્તિ પ્રમાણે સંગથી રહિત બનવાનું જ છે. નહીંતર મોહરાજાને ભળી જતા વાર નહીં લાગે. કાઉસગ્ગ ઉભા ઉભા કરવાની શક્તિ છે છતાં બેઠા બેઠા કરો છો વિર્ય નથી ફોરવતા તો વર્યાન્તરાય કર્મ બંધાય છે તે પ્રમાદ કરીને પાછો એનો સ્વીકાર ન કરે તો માયા કરી એટલે એવો આત્માને ભયંકર કર્મબંધ થાય છે. અને જે આત્મા કબૂલાત કરે છે તે સરળ બને છે તેને આગળ વિકાસનો સંભવ છે. અશુચિભાવના એનિઃસંગ દશામાં જવા માટેની પરમ ભાવના છે. જો તું તારા આત્માને સત્તાએ સિદ્ધ માને છે તો પછી આવી અશુચિમય કાયામાં આ સિદ્ધાત્માને ન રખાય માટે એવા આત્માઓએ તો એવી સાધના કરી, લોહી - માંસ બધુ જ સુકવી નાખ્યું અને કાયાને હાડપિંજર જેવી કરી જ્ઞાનસાર // 239