________________ - પડણ અને વિધ્વંસણ અર્થાત્ નાશ પામવાના સ્વભાવવાળું છે. એક દિવસ બળનાર છે. માટે હે જીવ! શરીરનું મમત્વતોડ અને આત્માના ગુણોમાં તારા પ્રેમને જોડ. મારા સમાધિના પરિણામ અખંડ રહે તે પરિણામ છે કે શરીર સુખી સ્વસ્થ રહે તે પરિણામ છે? માત્ર પહેલા દૃષ્ટિ પરાવર્તન અને પછી વર્તનનું પરાવર્તન થશે તો સ્વભાવ - સ્વરૂપ પ્રગટ થવામાં વિલંબ નહીં લાગે કેમ કે નિર્ણય થઈ ગયો છે મારો આજ સ્વભાવ છે તેનું જ મારે પ્રગટીકરણ કરવાનું છે એ ભાવ રૂપી સ્થિરતા થઈ. યોગ આત્માની સાથે જતો નથી પણ પરિણામ આત્મા સાથે જાય છે માટે સિદ્ધમાં પણ ચારિત્ર પરિણામ છે. ચારિત્રની પ્રથમ શરૂઆત સમ્યગુ દર્શનથી શ્રદ્ધાની સ્થિરતા થાય છે. અનંતાનુબંધી તો - દર્શન મોહનીયનો ક્ષયોપશમ થાય છે ત્યારે ચારિત્ર મોહનીયનો પણ ક્ષયોપશમ થાય છે અને પછી ચારિત્રમાં રૂચિ પરિણામ પ્રગટ થાય છે ત્યારે સ દર્શનના બધા લક્ષણો સમ-સંવેગ આદિ તેનામાં આવી જાય છે. માટે જ સમ્ય દર્શન એ મોક્ષની બીજભૂતુ અવસ્થા છે સંતોષનો પરિણામ પ્રગટી જાય છે. પરદ્રવ્ય ગ્રહણ પરિણામનો જે ભાવ લગાતાર ચાલુ છે તે અટકે છે કાં નિવૃત્ત થાય કાં તેટલા અંશે અટકે અનંતાનુબંધી અને દર્શન મોહનીય જતા દૃષ્ટિસ્થિરતા પ્રગટી જાય છે. સર્વજ્ઞની દષ્ટિ પ્રમાણે અંદરમાં સ્થિરતા થાય છે, પછી તો સાધ્યનો નિર્ણય કરી લે છે મારે મારા સ્વભાવ અને સ્વરૂપની પૂર્ણતા પામવી છે. અન્ય દર્શનમાં મંદ મિથ્યાત્વવાળાને સર્વજ્ઞ શાસન નહીં મળવાથી તત્ત્વની તેઓમાં સ્થૂળતા છે તત્ત્વની સૂક્ષ્મતા પાસે નહીં હોવાથી યથાર્થ તત્ત્વ પામવામાં માર્ગ મળતો નથી માટે તેઓ મુંઝાય છે પછી આચારની સ્થિરતા પ્રગટે છે માટે સ્વરૂપનો નિર્ણય કરી તેમાં સ્થિરતા કેળવી લેવાની છે કે વ્યવહારમાં એનુ સાધ્યનખતે તેમાં જ તેવિશ્રાંતિને પામે. માટે જ કહયું છે કે જ્ઞાનસાર // 238