________________ પરમાં જવાનું કારણ સ્વ-સમૃદ્ધિની ઓળખ નથી માટે ‘પર માં આકર્ષાય છે. એ જ મોટામાં મોટો પ્રમાદ છે તેથી આત્મામાં મોહપ્રવેશી જાય છે. સ્વરૂપનું વિસ્મરણ - વિપર્યાસના સ્મરણ તરફ ખેંચી જાય છે. જગતની હલકામાં હલકી વસ્તુ માટે આપણે આપણા આત્માના કિંમતી સૌંદર્યને લૂંટાવી દઈએ છીએ. રૂપાદિક કો દેખના, કહના કહાવન કૂટ, ઈન્દ્રિય - યોગાદિક બળે, યે સબ લુંટાલૂંટ.” સ્વરૂપનું વિસ્મરણ વિપર્યાસના સ્મરણ તરફ ખેંચી જાય છે આત્માનો ઉપયોગ નથી માટે વિપર્યાસ થયેલો છે. સમ્યક દર્શનનું કાર્ય જે વસ્તુ જે રીતે છે તેને તે અને જે વસ્તુ જે રીતે નથી તરીકે સ્વીકારવાનું છે. પત્થરને આપણે પત્થર કહીએ છીએ પણ ઝવેરી એને અબજો રૂપિયાનો હીરો માને છે એ જ રીતે સમ્યગુદૃષ્ટિને આત્માની કિંમત સમજાય છે. મડદાને બાળીએ છીએ પણ જીવને જીવ તરીકે જોતા નથી એનો વાંધો છે. પ્રત્યક્ષ જ્ઞાન આત્મા જ કરે છે. ઈન્દ્રિયો દ્વારા જે અનુભવ થઈ રહયો છે તે કરનાર આત્મા છે. આ ઉપયોગ સતત આવવો જ જોઈએ. હર પળે આ જ્ઞાન આપણે કરી શકીએ એમ છીએ પણ આપણને ઉપયોગ જ નથી સાધન ને સાધન તરીકે અને સાધ્ય તરીકે માનો - સાધનમાં અટવાઈ ન જાઓ સાધન એ પણ બંધન છે પણ સાધ્ય સિધ્ધ ન થાય ત્યાં સુધી તેની સહાય લેવાની અને આત્મા એ સાધ્ય છે અને પરમાનંદનું પરમ શિખર છે. અઘાતીના ઉદય પર આત્માએ પોતાને શરીર રૂપે માની લીધો છે તે મિથ્યાત્વનાવિગમ વિના અઘાતીના આવરણ હેઠે જે પોતાનું શુદ્ધ સ્વરૂપઢંકાયું છે તેને તું જો, તે મય બની જા! અને તેમાં જ સ્થિરતાને ધારણ કર! પોતાના અક્ષયપ્રદેશ, અરૂપી પ્રદેશ જ્ઞાનમાં સામે આવે તો ભય જાય. પોતાના અક્ષય, અરૂપી, અગુરુલઘુ અને અવ્યાબાધ સ્વરૂપનો નિર્ણય થાય માટે જ પરમાત્માને “અભયદયાણ' વિશેષણ મુકયું છે જયારે શરીર તો સડણ જ્ઞાનસાર // 237