________________ સદા કાળ માટે તેમાં ગુણો રહેવાના છે તે ગુણો ક્ષાયિક ભાવના છે. આવરણ કરનાર કર્મોનો સંપૂર્ણ ક્ષય અને ગુણોને સંપૂર્ણ પ્રગટ કરવા તે ક્ષાયિક ભાવ તેના દ્વારા સમ્ય દર્શન ગુણ પ્રગટ થાય છે. ચારિત્રગુણ આત્મામાં સદા રહેનારો જ છે. સિદ્ધમાં છે તેવો નિગોદના આત્મામાં પણ ચારિત્ર ગુણ છે જ તેથી જ નિગોદના આત્માને પણ સત્તાએ સિદ્ધ કહયા છે. બૌદ્ધદર્શન-આત્માના મોક્ષને નિર્વાણ માને છે એટલે કે દીવો બુઝાઈ ગયો હવે કાંઈ નથી. સાંખ્ય દર્શન-આત્માને નિર્ગુણ માને છે એટલે ત્યાં પણ ચારિત્રનહીં માને. એકમાત્ર સર્વજ્ઞના શાસનમાં જ સિદ્ધોમાં ચારિત્ર માને છે જે પૂર્ણાનંદથી ભરેલું અને સદા કાળ માટે રહેનાર શાશ્વત તત્ત્વ છે. ક્ષાયિક સમ્યગુદર્શન ગુણ આત્મામાં હતો પણ દર્શન મોહનીય અને મિથ્યાત્વના આવરણને કારણે એ ઢંકાઈ ગયો હતો. તે આવરણ હટી જતા તે ગુણ પ્રગટ થશે જ, મહેનત દોષોને દૂર કરવા માટે જ કરવાની છે. દોષો નાશ પામશે એટલે ગુણ પ્રગટ થવાના જ છે. ભાવો પાંચ છે. - (1) કર્મોના ઉદયથી ઔદયિક ભાવ આવ્યો (2) કર્મોના ઉપશમથી ઔપથમિક ભાવ આવ્યો (3) કર્મોના ક્ષયોપશમથી ક્ષાયોપથમિક ભાવ આવ્યો (4) કર્મોનો સંપૂર્ણ ક્ષય થવાથી ક્ષાયિક ભાવ આવ્યો અને (5) પારિમાણિકભાવતો સદા આત્મામાં રહેલો છે. જે ગુણસિદ્ધમાં છે તે જ ગુણ નિગોદમાં રહેલા જીવને પણ છે અને તે તાદામ્ય સંબંધથી રહેલાં છે જે કદી પણ દ્રવ્યથી જુદા થવાનાં નથી અને કર્મોનો જે સંબંધ છે તે સંયોગ સંબંધ છે અને તે આત્માથી જુદા થઈ શકે છે. જીવને આની ખાત્રી નથી માટે એ બહારમાં મહેનત કરે છે. પ્રજ્ઞાપના - વિશેષાવશ્યક વિ. માં સિદ્ધોને પણ આવરણના અભાવે ચારિત્ર છે એમ કહયું છે. બલ્બ પ્રકાશી રહયો છે, પણ જાડું કાળુ કપડુ એના. પર આવરીત છે માટે પ્રકાશ બહાર નથી આવતો પણ અંદર તો પૂર્ણ રીતે પ્રકાશિત છે. તે જ રીતે કેવલજ્ઞાનનો પ્રકાશ નિગોદમાં પણ છે પણ કર્મોના આવરણને કારણે એ આવાઈ ગયો છે. જ્ઞાનસાર // 234