________________ પ્રમાણે અર્થઆપવાનો છે એમને એમ અર્થઆપી દેવાનો નથી નહીં તો “અપચો” થાય પછી 1-1 અક્ષર નો નિર્યુક્તિ થી અર્થ કરે. ભાષા સમિતિ દ્રવ્યને ભાવથી સાવધ ન બને એ રીતે ભાષા બોલવાની છે. વચન સાવધ અને “જ'કાર પૂર્વકનું ન હોય અને મુહપતિના ઉપયોગ પૂર્વક બોલવું જોઈએ. મધુર બોલવું, નિપુણ બોલવું, થોડુંક બોલવું જેનાથી કાર્ય સધાય. ગર્વથી રહિત અને તુચ્છ નહોય. વિચારીને બોલે, આવી ધર્મથી યુકત વાણી તે ભાષા સમિતિ જાણવી. મહુર નિઊણે થોડં અગવિયં અતુચ્છ કક્કાવડિયમ્ | પુત્રિ મઈ સંકલિયં ભણતિ જ ધમ્મ સંત આ ઉપ. માલા. જ્ઞાનના પરિણામોમાં સ્થિરતા ત્યારે આવે જ્યારે વિકલ્પો રૂપી ચંચળતા જાય ત્યારે જ સ્થિરતા આવે. સમ્યગ્દષ્ટિ ચક્રવર્તીનો પ્રકૃષ્ટ પુણ્યોદય દેખાય તો પણ એને અસાર માને. પરમાત્માએ આને પણ અસાર કહયો છે એમ દેઢ શ્રધ્ધા હોય છે. બહાર અસ્થિરતા છે એવો નિર્ણય કર્યો નહિ અને સાધુ થયા પછી પણ અંદર જસ્થિરતાનો નિર્ણય ન થયો તો એ ચલાયમાન થઈ જાય એ અસારમાં એણે સાર જોયું ને અંદરમાં અસાર-નિર્ણય ન થયો એટલે આવુ બન્યું છે. - ત્રણે યોગની ગુપ્તિ કરવાની છે. પ્રથમ ઉપયોગ) (મન અને વચન એ બે જ્ઞાનનું પરમ સાધન છે એનું રક્ષણ કરવાનું છે. કાયયોગ દ્વારા વીર્યનું રક્ષણ કરવાનું છે) ગુણિમાં ન રહી શકે તો પરમાત્માની આજ્ઞા શું છે એ વિચારીને કાર્ય કરે. આ વિચારણા દરેક કાર્યમાં ઉપયોગમાં લાવીએ તો સાધુ અને શ્રાવક બને 24 કલાક પરમાત્માની આજ્ઞા રૂપે ઉત્કૃષ્ટ ભક્તિ કરી શકે. ને તે દ્વારા પોતાના મલિન આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી શકે. માટે જયાં જયાં ઉપયોગ ત્યાં ત્યાં નિર્જરા. આ ધર્મ સહેલામાં સહેલો હોવા છતાં અધર્મથી આત્મા એવો ટેવાઈ ગયો છે કે આ ધર્મ થઈ શકતો નથી. દાન -લાભ-ભોગ-ઉપભોગ-વીર્યએ પાંચ આત્માની પરમલબ્ધિ જ્ઞાનસાર || ર૩ર