________________ પોતાનું હિત કર ને પછી તાકાત હોય તો પરનું હિત કર, પોતાનું છોડીને પરનું કરવાની વાત શાસનમાં છે જ નહીં. પાર્શ્વનાથ ભગવાનનો જીવ પણ ભાઈને ખમાવવા ગયા પણ ભાઈએ પત્થરની શીલા મારી ત્યારે સમતામાં ન રહ્યો તો હાથીના ભવમાં જવાનું આવ્યું. ગુરૂ હા પાડે તો વાધો નથી પણ ના નથી પાડીને મૌન રહયા તો પોતાના વિવેકથી ના સમજી લેવાની છે. જેઓ પરમાત્મ - તત્ત્વને સ્વિકારતા નથી તો એનામાં આગળના 4 ગુણ નહીં આવે (જ્ઞાન-સમતા- સંવર -દયા.) જે યોગ આશ્રવ પદ હતા તેને નિર્જરાનું પદ મુનિએ બનાવ્યું. ચક્રવર્તી બાહ્ય 6 ખંડનો માલિક અને મુનિ અત્યંતર છ ખંડના માલિક બને છે માટે જ ચક્રવર્તી મુનિને નમે છે. ક્રોધ અને માન-એ દ્રષના પરીણામ છે. (૯મે ગુણ સ્થાનકે જાય) માયા અને લોભ-એ રાગના પરિણામ છે (૧૦મે ગુણસ્થાનકે જાય) "" એ દ્વેષપદ છે અને “મારૂ એ રાગપદ છે. પત્નિના પર્યાય પર રાગ અને એના આત્મા પર દ્વેષ છે એટલે શરીર પર રાગ કરીને પત્નિ ને ડૂબાડો છો એટલે જીવપ્રત્યે દ્વેષ છે. અહપદને સમજી શકો તો ‘મમપદ જાય') પરમાત્મા પોતાની સાધનામાં અંતરંગ લીન બનેલાં છે. એમનું કોઈ અભિવાદન કરે કે કોઈ તર્જના કરે એ પોતાની મસ્તિમાં હોય, મૌન જ હોય. મૌન પણ કેવુ? જેમાં આતમ ધ્યાનનું જ સંગીત વાગતું હોય, મનમાં પણ એને કયાંય બોલવાની ઈચ્છા ન હોય ને મૌન થઈને મૌનરસ દ્વારા શમરસનું પાન કરતા હોય છે. પોતાને જો બહારની ઈચ્છા છે તો તે અંદરમાં લુખ્ખો છે. અર્થાત્ આત્માની બહાર જેને રસ તેને અંદર નિરસતા છે. પરથી ઉન્મુખ થવું અને “સ્વ” ની સન્મુખ થવું એ ચારિત્ર તરફ પ્રયાણ છે. અયોગી બનવાનો નિર્ણય આત્મા ૪થે ગુણઠાણે કરે છે અને 6 ઠે એ હવે એ રીતે બનવાની પ્રક્રિયા કરે છે. સાધુ કાયામાંથી નિકળવાના નિર્ણયવાળો હોય અયોગી બનવા માટે સાધના ૬ઠે આવીને કરે. પરને ગ્રહણ કરી વિસર્જન રૂપ વ્યાપાર ન કરે. જગત સાથે જ્ઞાનસાર // 230