________________ બોલવાનું બંધ કરે અને આત્મા સાથે બોલવાનું શરૂ કરે. બહાર બોલવાથી આત્માનુ આંતરિક સૌદર્ય રૂપ ધન ખોવાનું આવે. “મૌનધારી મુનિ નવિ વદે, વચન તે આશ્રવ ગેઇ રે, આચરણ જ્ઞાન ને ધ્યાનનો, સાધુ ઉપદિશે તે હરે.” મુનિ પોતાના આચાર માર્ગનું જેટલું પાલન કરે તેટલો એ ઉપદેશક બને. સાધુના પરિચયવિનાનું જે ઘર હોય ત્યાં સાધુ ગોચરી માટે જાય. જગતગુરૂ હરસુરીશ્વરજી મ.સા. 2000 સાધુના નાયક, પવિગઈઓનો જેમને ત્યાગ છે એવો અભિગ્રહ હતો કે શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના શ્રાવકોની ગોચરી ન ખપે કારણ ભક્તીના કારણે પાત્રમાં કયાંય દોષિત ગોચરી ન આવી જાય. આવા જૈનાચારથી પ્રભાવિત થઈ અજેનો પણ ધર્મને સ્વિકારી લેતા. “ઉદિત પર્યાપ્તિ જે વચનની તે કરી શ્રુત અનુસાર રે, બોધ પ્રાગુભાવ સજઝાયથી, વળી કરે જગત ઉપકાર રે...” ભાષા પર્યાપ્તિ ના ઉદયે વચનને શ્રુતથી રંગી નાખે અર્થાત્ સ્વાધ્યાય દ્વારા રંગાઈ જાય અને એવું વચન છૂટે ત્યારે એને સાંભળનાર પ્રતિબોધ પામી જાય છે, શ્રુતને એ રીતે ગોખો કે આત્મા એમાં રંગાઈ જાય. જિન ગુણ સ્તવન નિજ તત્વને, જોવા કરે અવિરોધ રે, દેશના ભવ્ય પ્રતિબોધવા, વાયણા કારણ કારણ નિજ ધોધ રે...” ભાષા સમિતિ માટે સૂત્ર ભણવાના છે, સાધુને 12 વર્ષ અને શ્રાવકે દશ વૈકાલિકના ચાર અધ્યયન સુધીનું શ્રુત ભણવાનું છે આ પરમાત્માની આપણા માટે ઉત્કૃષ્ટ આજ્ઞા છે આ ન ભણી ને ન જાણો તો પરમાત્માની સાથે વાતો શું કરશો? વાચના - પૃચ્છના - પરાવર્તના ને અનુપ્રેક્ષા દ્વારા સૂત્ર અને અર્થથી આત્માને એવો ભાવિત કરે પછી સાધુને ધર્મ કથા નામનો સ્વાધ્યાય મૂક્યો છે ભવિપ્રાણીને પ્રતિ બોધીને એના વૈરાગ્યને વધારવાનો છે. એ રીતે સ્યાદવાદ્ સ્વરૂપ જિનાજ્ઞા અને જિનશાસન સમજાવાનો છે. સામી વ્યક્તિની યોગ્યતા જ્ઞાનસાર JJ 231