________________ અને અસનિવૃતિ કરે ને સત્વ ખીલે પછી સત પ્રવૃત્તિનો પણ ત્યાગ કરે અને આત્મામાં સ્થીર થાય. જ્ઞાનની એકતા થવી તે ચારિત્ર, જ્ઞાન સમતા સ્વરૂપ બને, સમતા આવે તો જ ચારિત્ર- નહી તો નહીં. આત્મા સમતામાં હોય ને સંવરમાં ન હોય એવુ બને જ નહીં. એનામાં દયા ન હોય તો સંવરનો પરિણામ ન ઘટે. સમક્તિ પછી સંવર અભવ્યનો આત્મા દ્રવ્ય - સંવરમાં હોય છે પણ એનામાં દયા ન હોય. કારણ સમકિત નથી. શાસ્ત્રો ગમે તેટલા મોઢે હોય, પ્રરૂપણા શુદ્ધ હોય તો પણ સમતા નથી તો તે જ્ઞાની નથી. અંદરમાં ડૂબે તો સમતા, ને બહારમાં જાય તો સંસાર જ વધે જ્ઞાન વધતાં મોહ વધે તો કષાયનો પરિણામ થવાથી હુંનું ભૂત વળગે છે. હું કાંઈ નથી એ ભાવથી જ્ઞાન પરિણામ પામે. કેવલિમાંથી એ ભૂત નીકળી ગયું છે. કારણ જ્ઞાનની પરિપૂર્ણતા છે. જ્ઞાન પરિણમન ન થયું તો અધિરાઈ આવશે, જ્ઞાન જગત પાસે પ્રગટ કરવા તૈયાર થઈ જશે. “જ્ઞાન સમુદ્ર સમતા ભર્યા, સંવર દયા ભંડારે રે, તત્ત્વ આનંદ આસ્વાદતાં, વદિયે ગુણ ધાર રે” મુનિ આવા જ્ઞાની, સમતારસી, દયાના ભંડાર, તત્ત્વામૃત ને પીનારાં હોય આવા ગુણવાન મુનિને હું વંદન કરૂં મારો આત્મા હવે જરા પણ પીડા ન પામે એ દયા પહેલા આવે અને પછી જેની સાથે રહેલો છે તેની દયા આવે. ચંડરૂદ્રાચાર્ય - નિમિત્ત મળતા પોતાને ક્રોધ આવે છે એવું જાણીને ગચ્છની બહાર વિચરતા હતા. ક્રોધનો ઉદય નિષ્ફળ ન બનાવી શકે તો પણ એને વધારે તો નહીજ ગુણના પક્ષપાતી અને સ્વદોષનાષી હતા તેથી શિષ્યને કેવળ જ્ઞાન પ્રગટતા, કેવળીની આશાતનાનો પશ્ચાતાપ થતાં તે કેવળજ્ઞાન પામી શક્યા છે. “અપ્પહિયં કાયવું જઈ શક્કા પરહિયં ચ કાયવ્ય,' અપ્પીય પરિહિઆણ, અપૂહિય ચેવ કાયવ્ર” જ્ઞાનસાર || ર૨૯