________________ નામકર્મનો ઉદય હોય તો પરાધીનતા આવી. દુઃસ્વરના ઉદયથી સારૂં બોલીન શકે તેથી લોકોમાં આદરને પાત્ર ન બને અને પોતાને પણ ખેદ થાય. મુનિ મૌનને ધારણ કરીને કર્મરૂપી શરીરનો નાશ કરી શકશે અને પોતાની સિદ્ધત્વ દશા, પીડા ન પામવાનો સ્વભાવ, નિરોગી અવસ્થા એવી શાશ્વત અવસ્થાને તે પામી શકશે. શ્રાવક સ્પૃહાવાળો હોય - એ અંશથી અનુભવ કરતો હોય તો એને પૂર્ણતાનો તલસાટ થાય કે અંશ આવું?!! તો પૂર્ણ તો કેવું આનંદદાયક હશે?? બોલવું એ આત્માનો વિષય નથી. મહોપાધ્યાયજીએ જીવનનો અનુભવ - શાસ્ત્રનો નિચોડ આમાં મૂકયો છે. શાસ્ત્ર દ્વારા મળેલા રહસ્યને પકડીને જે અંદર ડૂબકી લગાવી જીવનમાં જે અનુભવ રસ ચાખ્યો છે જે તે એમણે અહીં વ્યક્ત કર્યુ છે. ઈચ્છાયોગ એ સામર્થ્યયોગ જેવો બની ગયો છે માટે જે અનુબંધ સાધના એમણે કરી અને એકાવતારી બન્યા છે. સાધના માટે માત્ર જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયોપશમની જરૂર નથી પણ ક્રિયાયોગના અભ્યાસની સાથે આત્માના સ્વરૂપ જ્ઞાનના ઉપયોગ સાથે આત્મ–અનુભવ લક્ષ જરૂરી છે. મનને ક્યાં છોડવા જશો? પણ મનને વાળી શકાય રોકી શકાય એમ છે. નિર્વિકલ્પ અવસ્થા વર્તમાનમાં અલ્પકાળ આવી શકે. સાધના કરતા કરતા વીજળીના ચમકારા જેવી નિર્વિકલ્પ અવસ્થા આવી જાય. જિન બનીને જિનનું ધ્યાન, સાધુ બનીને સાધુતાનું ધ્યાન જાપ કરતા કરતા ધ્યાનને તેમાંથી લયમાં ચાલ્યા જવાય છે. અલ્પકાળની સાધનાથી દીર્ઘકાળનો અભ્યાસ કરવાનો છે” ખાવું એ મારો સ્વભાવ નથી એ યાદ આવવું જોઈએ તો ઈચ્છાનો રોધ થશે એ તપ છે અને તપ એ આત્માનો ગુણ છે. જ્ઞાન દ્વારા સ્વભાવ આવે તો સ્વભાવના કર્તા બન્યા. ખાવું એ સ્વભાવ નથી. ખાતા નહોય ને ખાવું પણ યાદ ન આવે અને આનંદ આવે તો રમણતા છે. તપ કરતાં સહજ આનંદ આવે જ્ઞાનસાર || ર૨૭