________________ છે. માટે તમામમાં વિનિયોગ થાય છે. વિનિયોગ એની મેળે થયા જ કરે. (યોગ્ય જીવોમાં) તેથી જ જે સિદ્ધનું ધ્યાન ધરે તે સિદ્ધ બને. “સ્વ” એ સ્વમાં રહેલું સ્વશક્તિથી અનુભવવું એ જ ચારિત્ર છે એના માટે પોતે ગુપ્ત બની જવાનું છે પણ ન થાય ત્યાં અપવાદ સમિતિનું પાલન કરવાનું છે. છ કારણે આહાર કરવાનો નથી (1) વ્યાધિથી શરીર ઘેરાયેલું હોય, (2) ઉપસર્ગ થતો હોય ત્યારે 4 આહારનો ત્યાગ કરવાનો છે (3) બહ્મચર્યની રક્ષા માટે - મૈથુન સંજ્ઞા ઉત્પન્ન થવામાં આહાર સંજ્ઞા પ્રધાન કારણ છે. વરસાદ વખતે જીવરક્ષા માટે તપ માટે - ઉપવાસવિ. મા આહાર છોડવાનો છે આયુષ્ય - અંતમાં સમાધિ માટે - અનશન વિ. કરવાનું હોવાથી આહારનો ત્યાગ કરવાનો સમ્યગુ દૃષ્ટિ (સમદર્શી) પાપને ન કરે. આત્મા જયારે સ્વભાવમાં સ્થિર થાય ત્યારે જ્ઞાનનું કાર્ય પૂર્ણ થાય. મુનિ જ સાચો સમદર્શી. મુનિએ પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરી છે એની પ્રવૃત્તિ પણ એ જ છે. મુનિ નિરાશ્રીત હોય. આશ્રિત ભાવને છોડે તે સાધુ અને આશ્રિતની સહાયથી જીવે તે સંસારી. (મુનિ જેને છોડી દે છે. સંસારી એને પકડી લે છે.) યતિ ને પણ સ્થિરતાનો ભય થાય તો યતિનો યત્ન શું? સંસારનો સંબંધ અધર્મ છે એમ માનીને છોડે તો સંબંધીઓ આવે ત્યારે એમને ચોંટવાનું મન ન થાય. અનુભવનું લક્ષ આવી જશે એથી સાધુજીવન મુનિને સરળ અને સહેલું છે માટે જ પરમાત્માએ આ માર્ગ બતાવ્યો છે. ચપળતાના રોધપૂર્વ 3 સ્થિરતા કરવાની છે. (1) સ્વનાં કર્તા (2) રમણતા અને (3) સ્વના ભોક્તા આ 3 ગુણ વર્તમાનમાં પરમાં કરી રહ્યા છીએ તેને બદલે તેને આત્મામાં લઈ જવાના છે. આત્માની પલબ્ધિનો વ્યાપાર જ્ઞાનસાર // 225