________________ આપણે ‘વ’ને બદલેપરમાં કરવામાં દાનેશ્વરી છીએ. પરિપૂર્ણ સમર્થ હોય તે જ દાન કરી શકે. ઈન્દ્ર, દેવલોકનો માલિક પણ એ દાન ન કરી શકે. ચક્રવર્તી 6 ખંડનું દાન કરી શકે. સિધ્ધ ભગવંતો ઈશ્વર સમગ્ર દ્રવ્યરાશિનું દાન કરે છે કારણ પોતાનો માલિકીભાવ ૩લોકમાં રાખતા નથી સંપૂર્ણતેનાથી અલિપ્ત છે. સિદ્ધ ભગવંતો નિરંતર પોતાનું દાન પોતાને આપે, બીજાને આલંબન આપે. અને પરનું ગ્રહણ ન કરે ને પરનું પરનું દાન કરે માટે “સિદ્ધ દાનેશ્વરી કહયા છે. પોતાની માલિકી નહતી તેને છોડી દે છે જેના પર પોતાની માલિકી હતી તેનું દાન કરે છે પર દ્રવ્ય પોતાની માલિકી “છોડી દેવુ તે જ દાન'. “યોગવશે જે પુદ્ગલ ચલા, ભવિ જીવ જીવનાં જેહ તેહથી જીવ છે જૂજૂઓ, વળી જૂજૂઓ દેહ...” જે મારૂં નહતુ તેના પર મમત્વ કર્યું આ જ મહામિથ્યાત્વ છે. મૂચ્છ એ પરીગ્રહને મૂર્છાનો ત્યાગ એ જ દાન. દાન આપીને મૂચ્છ તૂટી, બલા ગઈ આ મોહ છૂટયો એવા જે ભાવ આવે તે નિર્જરાનું કારણ બને છે. આ વાત સાંભળતા શ્રાવકને આનંદ આવે તો મહાનિર્જરા તેને પ માં ગુણ ઠાણું છોડીને જલ્દીથી 6 ઠા ગુણ કે પહોંચવાની અને સાધુને ૭મે ગુણ પહોંચવાની તમન્ના હોય અને શ્રાવકને સાંભળતા - સાભંળતા 6 ઠાનો ભાવ થાય, જે ઉત્સર્ગનો લક્ષ રાખી સમિતિનું પાલન કરે એને લાભ ઉત્સર્ગનો જ થાય, આત્માને છેતરવાનો નથી. વચન ગુતિઃ “વચન ગુતિ શુદ્ધ ધરો રે, વચન તે કર્મ સહાય, વચન અગોચર આતમા રે, સિદ્ધ વચનાતીત, સત્તા અસ્તિ સ્વભાવમાં રે, ભાસક ભાવ અતીત.” કર્મના ઉદયવાળાને વહેવાર કરવો પડે. સિદ્ધને બોલવાનું નથી કેમ કે કર્મ ઉદય વિનાના છે. સહાય લેવી એ પરાધીનતા છે. સુસ્વર - દુઃસ્વર જ્ઞાનસાર // રર૬