________________ મુનિએ તમામ વ્યવહાર તત્ત્વની દૃષ્ટિએ જ કરવાનો છે. 1 લી ભૂમિકા તત્ત્વ-સ્વીકારની ને પછી અનુભવવાની વાત તે જ સ્થિરતા છે. આપણું જીવન બીજાને સારૂ લગાડવા જીવાય છે એટલે ચપળતા આવે. સાચું લગાડવા માટે જીવે તો ચપળતા જાય, આત્માને સાચો રાખે તો જગતને ભૂલી જાય. સિદ્ધ બનવાની વાત લક્ષમાં નહીં આવે ત્યાં સુધી જગતને સારા લગાડવાની વાત જ આવશે. લક્ષમાં માત્ર સિદ્ધત્વ - શુદ્ધતા આવી જાય તો ચારિત્ર વ્યવહાર સ્થિરતાનું કારણ બને, નહીં તો બધા જ ક્રિયાયોગ અસ્થિરતાનું કારણ બને છે. આપણે બન્યા છીએ ગ્રાહક, જયારે આત્મા છે દાતા. આપણે જગમાં લાવ - લાવ કરીએ છીએ. આત્મા પોતાને જ પોતાનું દાન કરે - બીજાને દાન કરી શકતો નથી. આનસમજાય ત્યાં સુધી તમામ આરાધના પુણ્ય કર્મને ગ્રહણ કરવા થશે. સૌ પ્રથમ જ્ઞાનદાન કરવાનું છે. આત્માએ આત્માને જ્ઞાન વડે જાણવાનું જોવાનું સ્વીકારવાનું કાર્ય કરવાનું છે. તે શેયનો જ્ઞાતા છે. પારકા માલનું દાન પારકો માલ જ આપે અર્થાત્ ધનાદિ બાહ્ય વસ્તુ દાનથી પુણ્ય બંધાય અને તેના ઉદયે ફરી ધનાદિની પ્રાપ્તિ થાય. જેમજેમ જ્ઞાન બીજાને વ્યવહારથી આપે તેમ તેમ તે પોતે પરમાત્માની નજીક જતો જાય અને જગતથી છૂટો પડતો જાય. પોતે નમ્ર બનતો જાય જ્ઞાન અંદરમાં પરિણામ પામે તેમ તેમ તેને મોક્ષ દૂર દેખાય છે તો એ ગંભીર બનતો જાય. છીછરોન બને અને અંદરમાં ડૂબતો જાય. જોયઅંદરમાં જાય તો આનંદમાં ડૂબે માટે સ્વ-દાનના કર્તા બનવાનું કહ્યું. પછી અભયદાન આપવાનું. અંદર નિશ્ચય ન હોય તો બહારનો બધો જ વ્યવહાર ખોટો. જગતના જીવોને વ્યવહારથી અભયદાન અને નિશ્ચયથી પોતાના આત્માને અભયદાન આપે છે. માટે જ પરમાત્મા “અભય-દયાણં' બન્યા છે. યોગ જીવમાં આધાન ન કરે તો પોતાને સિદ્ધિ નથી થઈ કેમ કે કરૂણા - વ્યવહાર કરાવશે. સિદ્ધ જે પણ બને એ બધા જ સિદ્ધનું આલંબન લઈને જ સિદ્ધ થાય જ્ઞાનસાર // 224