________________ ચારિત્ર એટલે શું? ઉપયોગની સ્થિરતા વડે સ્વરૂપનું કર્તાપણું કરવું એટલે પહેલું કર્તાપણું શું? શેયના જ્ઞાતા બનવું એ જ આત્માનું સ્વ- કર્તુત્વ છે, પ્રથમ સ્વને જાણી પછી જગતને (પરને) જાણવાનું છે નહીંતર લાભને બદલે હાની થશે. બધા શેયમાં પ્રથમ જોય આત્મા છે. એને નથી જાણતા તે આપણી પહેલી ભૂલ છે આ ન સમજાય તો અનુષ્ઠાનજિનાજ્ઞારૂપ અનુષ્ઠાન બનતું નથી. ચેતના વિનાનો વ્યવહાર મરેલો છે. જિનાજ્ઞા જીવને જિન બનાવે અને શિવ પદમાં સ્થાપિત જ કરે. પછી તે નવકારશી કરતો કેમ ન હોય. નિશ્ચય અને (સિદ્ધ) વ્યવહારથી યુક્ત હોય અને એકમેક બની જાય ત્યારે તે જીવંત બની જાય છે. સાધુએ પરમાત્માના આજ્ઞાદેહનો સીધો સ્પર્શ કરવાનો પૂજા કરતાં પણ આજ્ઞા મહાન છે. જયાં સુધી આત્માનું સ્વરૂપ નથી જાણતો માટે ભાવમાં તણાય છે પણ એ વાસ્તવિક પરમાત્માની પૂજા નથી. “આત્મા - આત્માનો જ્ઞાતા - આજ્ઞાનો અર્થ જ એ છે આ નિશ્ચય આજ્ઞા છે અને વ્યવહારથી તત્ત્વનો પરિચય કર - એ આજ્ઞા આવી.” ભક્તિએ મુક્તિની દૂતી છે ભગવાન અને ભક્તનું અંતર દૂર કરે તે ભક્તિ ભક્ત ભગવાન બની જાય. કર્મના વિપાકના કારણે તેમનું ને મારું 7 રાજલોકનું અંતર છે એ જયારે દૂર થશે ત્યારે અંતરમાં મંગળ વાજિત્ર વાગશે ત્યારે જીવ સરોવર અતિશય વાધશે ને એમાં આનંદની ભરતી આવશે તો તારૂં મારૂં જે અંતર છે તે દૂર થઈ જશે. હું તું એક બની જઈશું! પદ્મપ્રભ જિન તુજ - મુજ આતરૂ રે, કિમ ભાજે ભગવંત કર્મ વિપાકે રે જોઈએ, કોઈ કહે મતિમંત.” આપણે પરમાં સ્વામીપણું કરી વ્યાપી જઈએ છીએ એટલે સ્વા થી જુદા છીએનામકર્મની પ્રકૃતિઓ સારીમળી એટલે એને થયું હવે હું ભોક્તા છું, કોનો? પુદ્ગલનો. આ બધું બરાબર છે એમ જાણીને તાણીએ છીએ. હું અશુદ્ધતાથી ભરેલો છું એમ આત્માના જ્ઞાતા બન્યા નહીં એના જ્ઞાનસાર || રરર