________________ અવળું કયાંય ન જુવે. બજારમાં ગયા તો શાકભાજી - ફળોની કાયા પર નજર થઈ ત્યાં આકર્ષાયા પણ ત્યાં વિચારવાનું છે એ કાયામાં જીવ વ્યાપીને રહેલો છે. જીવ અજીવમય બન્યો છે. અરૂપી રૂપમયને અયોગી યોગમય બન્યો છે. વાયુકાય સ્પર્શે તો વિચારવાનું છે શીતલ - ઠંડો - વાયુકાય - એની કાયા મારી કાયાને સ્પર્શે છે ને પીડા પાસે પણ છે અંદર એનો જીવ છે. હુંકાયાથી ભિન્ન છું એ પણ કાયાથી ભિન્ન છે. સત્તાએ સિદ્ધના જીવો છે, આ જીવદયારૂપ સ્વાધ્યાની રમણતાથી ચાલતા, ખાતા પીતા જીવનિર્જરા કરે છે. આ બધું વારંવાર ચિંતન મનન કરતા રાગ દશા ઘટે છે. પરનો જ પ્રકાશક હોય તો તે દીપક છે, રત્ન દિપક સ્વ-પર પ્રકાશક છે, પોતાનું સાર પોતાને સાર રૂપ લાગે એ જ જ્ઞાનનો સાર છે અને તો જ પુણ્યના ઉદયવાળો પાપી સંસાર તેને સારરૂપલાગ્યા વિના નહીંરહે. - વર્તમાનમાં આત્મા ધર્મ કેમ કરે છે? સંસાર ભર્યો રહે, લીલો છમ્મા રહે. સંસાર વિસર્જન માટે ધર્મ થતો નથી પણ સંસારને વધુ મજબૂત બનાવવા માટે ધર્મથતો હોય તેવું લાગે છે. મારા આત્મામાં જ સાર છે બાકી બધું ક્ષાર છે એ મનમાં નિર્ણય થઈ જાય તો આત્મ-સ્થિરતા રૂપચારિત્રની પ્રાપ્તિ થઈ જાય. તો આત્મામાં રમણતા થઈ જાય. અનુભવ માટે સંઘયણબળ કે છેલ્લો કાળ - પાંચમો આરો કોઈ બાધક બની ના શકે. બે ઘડીના સામાયિક અને પૌષધમાં પણ બધા કનેકશન છોડીને શાંતિમાં બેસો. હવે તે કચરાને પાછુ સામાયિકમાં પકડાય? તપ એ તૃપ્તિરૂપ છે હજારો રૂપાંગનાઓ સામે આવી જાય તો પણ નજર એના પર જાય નહીં. શ્રાવકને અલ્પકાળ માટે પણ જો અંશનો અનુભવ થાય ને આ કયારે મળે? એવો ભાવ આવી ગયો તો સર્વવિરતિનો અનુબંધ પડી ગયો પછી ઉદયને વાર નહીં. “નિજ અનુભવ લેશથી, કઠિન કર્મ હોય નાશ, અલ્પ ભાવે ભવિ લેહ, અવિચલ, પુરકો વાસ.” જ્ઞાનસાર || ર૨૦