________________ વિના સમિતિ સમિતિ બનતી નથી. સ્વ–પરનું જ સ્વરૂપ જાણીને અને અનુભવ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. (1) દ્રવ્યથી શું કરવાનું? ચક્ષુવડે જોવાનું છે. દ્રવ્ય બે છે. જીવ અને અજીવ એમાં પણ પુદ્ગલ દ્રવ્ય-રૂપીદ્રવ્ય નજર સામે આવશે. જીવવિચારની ગાથાઓ ગોખી લીધી પણ હવે એનો ઉપયોગ આવવો જોઈએ. ચાલી રહયા છો ત્યારે એ જીવો નજર સમક્ષ આવે. ત્રસ અને સ્થાવરનો જીવ ચાલતી વખતે સત્તાએ સમગ્ર જીવરાશિ સિદ્ધ છે ને વ્યવહારે એ ત્રસને સ્થાવર છે ને કાયાને ધારણ કરે તે જીવ છે ને માટે પીડાવાળો છે આ શેય બન્યું. દયાનો પરીણામ આવ્યો તો એ સમકિતના ઘરનું જ્ઞાન. સૌથી વધારેમાં વધારે પીડા પામનારા સ્થાવર જીવો છે. અંગુલના અસંખ્યાત ભાગમાં એના આત્મપ્રદેશો સંકોચીને રહ્યા છે, માટે ભયંકર પીડા પામી રહ્યા છે. દયાનો પરિણામ નહીં આવે તો અપ્રમત્તતા નહીં આવે આવા દુઃખી ને હું કઈ રીતે રીબાવું? હું સુખી થવા નીકળ્યો છું તો કોઈ આત્માને દુઃખ ન અપાય. પોતાના પર દયા ન આવી તો પોતાના પર કુરતા વરસાવી. અનંતાનુબંધીના કષાયનો તાપ અને મિથ્યાત્વનો સંતાપ આ બે તાપથી આત્મા પીડીત થઈ રહયો છે. આ બે ઘટે તો આત્મામાં દયા-અહિંસા પ્રગટે તો એ આત્માના સુખનું કારણ છે. રાગ-દ્વેષ નો વિષય કાયા છે. રત્નો જોયા તો પૃથ્વી - કાયાને જોઈ - એમાં આકર્ષણ રાગ થયો. કાયાનો ઉપયોગ નહીં તો કાયાની માયા લાગી ગઈ. અર્થાત્ તેમાં આત્માનો ઉપયોગ ન આવતા આત્માના બદલે કાયા પર માયા બને. વનસ્પતિના બાહ્ય રૂપ - રસ-વર્ણ-ગંધ જોઈને આકર્ષાયા એની કાયામાં ગયા તો તમે આત્મામાંથી નીકળી ગયા. ચાલતી વખતે નિર્જરા કયારે? ઉંચું મોઢું કરીને ન ચાલે, કથા કરતો ન ચાલે, હસે નહીં, વર્ણાદિમાં આસક્ત ન બને, સ્વાધ્યાયનું ચિંતન ન કરે, (નવકારથી માંડી ૧૪પૂર્વ સુધીનો સ્વાધ્યાય) અને નીચે જોઈને જીવ દ્રવ્યનો અર્થાત્ સ્વ-પરની રક્ષાનો ઉપયોગ રાખે. સાધુ વનરાજીમાંથી પસાર થાય તો ત્યાં જીવાજીવ - રૂપારૂપ ને યોગનો ઉપયોગ લાવે (વાતાવરણમાંથી) આડું - જ્ઞાનસાર // 219