________________ પ્રવૃત્તિ બહાર કરી એ દાન જ નથી. દાન આત્માએ આત્માનું જ કરવાનું છે. પર પુગલ પર આત્માની માલિકી જ નથી. સંસારમાં રહેવું એટલે પરસ્પર માલીકી ભાવ રાખવો. આત્માએ અત્યાર સુધી પોતાની માલિકી વગરની જ વસ્તુ ગ્રહણ કરી એને ન છોડવાનો ભાવ તે જ મોહ છે. અને તે મોહને છોડવો તે ધર્મ છે. વરસીદાન કર્યા પછી સાધુ બને પછી એને સતત દાન જ કરવાનું છે પર બધું જ છોડતા જવું એ આત્માનું આત્માને દાનદીક્ષાનો અર્થ જ એ છે દા. દીયતે, ક્ષા - ક્ષીયતે જે જગતનું છે તે જગતને આપી દે અને જે પોતાનું છે તે દીક્ષા ધર્મ એ જગતની મોટામાં મોટી દાનશાળા છે, અજાયબી છે વગર પૈસે આત્માને આત્માનું બધુ જ મળી જાય છે. આત્મા નિઃસંગ સ્વભાવ વાળો છે વિરક્ત ભાવ આવ્યા વિના આત્મા - આત્માની અનુભૂતિ કરી શકતો નથી. યોગની ચપળતા અને ઈન્દ્રિયોની ચંચળતા છે તેને રોકવા જ ગુણી - સમિતિ છે. સમિતિ ચપળતા વિનાની છે. યોગ પ્રવૃત્તિ અને કષાય નિવૃત્તિ એ સમિતિ છે જેમાં કષાયનીહાનિ ન થાય તેવી એકાગ્રતા સંસારવર્ધક જ છે ઉદા. બગલાની એકાગ્રતા - બીલાડીની એકાગ્રતા. “ક્ષમાવંત દયાળુ નિસ્પૃહ તનુ નિરાગ નિર્વિષયી ગજગતિ પરે જી, વિચરે મહાભાગ” ક્ષમા હોય ત્યાં દયા હોય જ પણ દયા હોય ત્યાં ક્ષમા હોય જ એવું ન હોય. શરીરની સ્પૃહા નહોય તે જ દયાળુ હોય અને તે જ મુનિ ગજગતિ (હાથી) પરે ચાલે આલંબન, કાળ, માર્ગ અને યતનાપૂર્વક આ ચાર વસ્તુ આવે ત્યારે ઈર્યાસમિતિ બને. 0 ઈર્યાસમિતિ શુધ્ધિના ચાર કારણો:(૧) આલંબન –રત્નત્રયનું આલંબન લેવાનું છે. જ્ઞાન એ મુખ્ય આલંબન