________________ છે. મુનિને સમતા રસઈષ્ટ છે.પ્રભુ સમતારસના દરિયાછે તેમના આલંબનથી પોતાનો જે સમતારસ છે તેને પ્રગટ કરવાનો છે તેથી પ્રભુનું દર્શનાદિઆલંબન મુનિને જરૂરી. મુનિ બની ગયા પછી ગુરૂની જવાબદારી વધી જાય છે કે એને સમતાનો રસીયો બનાવે. એના માટે શામ-દામ-દંડ-ભેદ બધું જ કરવું પડે તે કરે છતાં જો જીવની યોગ્યતા ન હોય તો પછી ગુરૂ જવાબદાર ન બને. બીજા કોઈ આશયથી મુમુક્ષુ ને આગળ ન વધારે તો ગુરૂ જેવો ગુનેગાર બીજો નહીં. પરમાત્માનું જ સ્વરૂપ છે - સ્વભાવ છે તે મારી અંદર પડેલુ છે. જે ચૈત્યવંદન છે ચેતનની ચેતના છે તેના વડે ચૈતન્ય દેવને વંદના થશે. જગતનું ભાન ભૂલાઈ જશે. સંયમીને જ ઈર્યાસમિતિ ઘટે - 4 કારણો સિવાય મુનિ ચાલે તો તેની પણ ઈર્યાસમિતિ નહીં. આત્માનો સ્વભાવ એ જ આત્માનો સાર છે. ચારિત્ર એ આત્માનો ગુણ છે અને ચારિત્રમય આત્માબને એ જ્ઞાનનું ફળ છે.વ્યવહારથી ક્રિયાયોગ એ ચારિત્ર છે. નિશ્ચયથી આત્મરમણતા એ ચારિત્ર છે. આત્માના ગુણમાં અંદર મારે સ્થિર થવું છે એવું પ્રણિધાન તે એકાગ્રતા છે અને જીવ જયારે આત્મ ગુણોમાં એકાકાર બને છે ત્યારે સંસારનું વિસર્જન થાય છે. સાધુને ચારિત્ર પાલનમાં સ્થિર થવા માટે અષ્ટ - પ્રવચન માતાનું પાલન મુક્યુ છે. સમ્યક પ્રવૃત્તિ ઈર્ષા સમિતિ સભ્ય પ્રવૃત્તિ પ્રગટ કરવાનો લક્ષ ન હોય તો એ સમિતિન બને.ડગલું મુકે ત્યારે પ્રથમ એણે ઉપયોગ મુકવો પડે. આ પ્રવૃત્તિ શા માટે કરવાની છે. જ્ઞાન દર્શન - ચારિત્રસિવાયની પ્રવૃત્તિ કરવાની જ નથી કારણ કે “જાવજ જીવ'નું સામાયિક ઉચ્ચર્યુ છે. જિન દર્શન સમ્યક દર્શનની શુદ્ધિ માટે છે. સમ્યગ્દર્શન એ શું છે? તો એ “શ્રદ્ધા ભાસન રમણતા રે, દાનાનિક પરિણામ સકલ સત્તારસી થયા રે, જિનવર દરશન પામ” પોતાના સ્વરૂપનું સ્વભાવનું ભાન સમ્યગુદર્શન વિના થવાનું નથી. દાનાદિ પાંચ આત્માની લબ્ધિ છે, શક્તિ છે. અત્યાર સુધી આત્માએ દાનાદિ જ્ઞાનસાર || 216