________________ છીએ એ જે સમજાવે તે જ્ઞાનસાર. જ્ઞાનસારમાં 1 લા થી છેલ્લા પદ સુધી આત્માનો સાર અને સંસારની અસારતા જ બતાવી છે. ધર્મ કરીને જગતમાં દોડવાનું ને જગત માટે દોડવાનું મન થાય તે ધર્મ નથી, સંસાર જ છે. ધર્મ તે જ આત્માને આત્મામાં સ્થિર કરે. સિદ્ધપણું સ્થિરતારૂપ છે અને ચારિત્ર પણ સ્થિરતારૂપ છે, માટે સિદ્ધપણું ચારિત્ર વિનાનું ના હોય. કારણની જરૂર કાર્ય પૂરું થાય ત્યા સુધી જ હોય. સિદ્ધપણામાં કાર્યસિદ્ધ થઈ ગયું માટે કારણ છૂટી ગયું. તમામ કાર્યની શરૂઆતમાંપ્રણિધાન કરીએ છીએ. નિર્ણય પાકો હોય તો તે પ્રણિધાન. કોઈપણ આદેશમાં પ્રણિધાન કર્યું? આત્મામાં સ્થિર થવું એ મોક્ષ. ઈચ્છા - કારણે સંદિ સહ ભગવન્!ચૈત્યવંદન કરૂં? પડિલેહણ કરું? વિ. તમામ આદેશમાં પ્રણિધાન અવશ્ય આવશે જ. મિથ્યાત્વ નીકળી ગયું એટલે સમ્યગ દર્શનથી મનમાં રહેલો તમામ કચરો (પુણ્યથી મળતી તમામ સામગ્રી ભોગવવા યોગ્ય નહિપણ છોડવા યોગ્ય) નીકળી ગયો એટલે પ્રણિધાન આવે કે ચૈત્યવંદન કરૂં? તો હવે બીજાને વંદન નહીં કરે. ધર્મની આરાધનાથી બહાર આદર -માન-સન્માનવિ. મળ્યાને ધર્મનું ફળ મળી ગયુ એમ સમજી અનાદિકાળથી આ કચરાને ભેગા કર્યા એને કાઢવાના છે. સભાસનથી જ્ઞાન સમ્યગુ થયું ને જગતનું ને સ્વનું સ્વરૂપ સમજાઈ ગયું જેથી મન જે બહાર દોડતું હતું તે હવે બંધ થશે ને અંદર સ્થિર થશે. આત્મામાં સ્થિરતા માટે તો મુનિપણું છે. આત્મા સ્વભાવમાં રમણતા કરી શકે એ માટે પ્રથમ ગુતિ છે, અર્થાત્ મુનિએ સદા જ્ઞાન - ધ્યાનમાં રહેવાનું છે. જે આ રીતે કરે એને પરમાત્માના દર્શનની જરૂર નહીં એ તત્ત્વરૂપે પરમાત્મામય જ બની ગયો છે. હવે જયારે એ રીતે થઈ નથી શકતો ત્યારે એને જિનદર્શન કરવાનું વિધાન છે. જે કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા અપ્રમત્ત મુનિઓને જિનદર્શન રૂપ વ્યવહાર કરવાનો હોતો નથી, તે સિવાય ને જિન દર્શનરૂપ વ્યવહાર કરવાનો જ્ઞાનસાર || 215