________________ પતિ નામને સાર્થક કરે. આથી પોતાના સ્વભાવને અનુભવવો એ જ ચારિત્ર છે. શ્રાવક ચારિત્રની ભાવનામાં હોય દેશથી ચારિત્રને અનુભવના પ્રયત્નમાં હોય અને સાધુ સ્વભાવ પામવાના પ્રયત્નમાં હોય. સર્વ કર્મથી રહિત એવી સિધ્ધ અવસ્થામાં પણ સ્થિરતા રૂપ પૂર્ણ ચારિત્ર છે. પાંચમાં અંગમાં કહ્યું છે કે ત્યાં ચારિત્ર નથી તો તે સિદ્ધમાં વ્યવહાર ચારિત્ર જે ક્રિયારૂપે છે તે ત્યાં નથી. જેનાથી વ્યવહાર થાય તેવા કારણો શરીર, ૧૦પ્રાણો મન આદિ સિધ્ધમાં નથી માટે ત્યાં ચારિત્ર વ્યવહારથી નથી. કેવલિને યોગ છે તે કારણે બંધ છે માટે ૧૩મે ગુણ સ્થાનકે સયોગી હોવાથી નિશ્ચય-વ્યવહાર ચારિત્ર છે. યોગ રૂપ આશ્રવ છે. સર્વ સંવર રૂપ ચારિત્ર 14 મે જ છે અને એક પણ આવશ્યક નથી કારણ આશ્રવના મુખ્ય હેતુભૂત મિથ્યાત્વ, અવિરતિને કષાય નથી, માટે ત્યાં હું આવશ્યક નથી. વ્યવહારના પાલન દ્વારા નિશ્ચયનું ફળ મેળવવાનું છે. સાધ્ય તરફ સાધન પ્રવર્તમાન થાય તે જ સાધના છે. ક્રિયા કરી છૂટતો હોયને પોતાના ગુણ જ્ઞાન-પરિણામમાં પૂર્ણ મગ્નને સ્થિર થતો હોય ત્યારે તે સાધના છે. જ્ઞાન પોતાના ગુણમાં સ્થિરતા સાધે અને યોગમાં ઉદાસીન હોય. 8 અંગ-અષ્ટ પ્રવચનમાતા તે રૂપ જે યોગ છે તેની સાથે જ્ઞાનને જોડી સાધના કરવાની છે. 6 ઠ્ઠા ગુણઠાણે સાધુ મોક્ષના આસ્વાદના અંશને વેદ. દેહની ભિન્નતાનું જ્ઞાન 4 થે ગુણઠાણે નિર્ણય થયેલો હોય તે જ અનુભવ કરી શકે. 5 મે ગુણસ્થાનકે શ્રાવકને આસ્વાદ અંશથી આવે પણ ધારાબદ્ધ ન ચાલે કેમ કે દેશ વિરતિ છે. સાધુ ધારે તો છઠ્ઠાથી 7 મે રોકટોક વગર આગળ વધી શકે છે પણ નિર્ણય કરીને આવેલો હોય તો, નહીં તો અહીં પણ સંસાર ઉભો કરશે, યોગ એ વ્યવહાર છે નેનિશ્ચયથી એ પણ હેય જ છે માટે યોગને રોકવા તે ગુHિછે. સીધો માર્ગ પરમાત્માએ જ બતાવ્યો સિદ્ધ બનવાનો કે દીક્ષા લે તે સાધન સામગ્રી બરાબર હોય તો અંતમૂહુત માં એ પોતાનું કાર્યસિદ્ધ કરી શકશે. જ્ઞાનસાર // 213