________________ પરિણામે રહેવું. ઉદ-ઉપર આસીન રહેવું. રાગ-દ્વેષથી ઉપર ઉડીને રહેવું ઉદાસ નહીં પણ ઉદાસીન બનવાનું છે. રૂચિ પછી ચારિત્રનો પરિણામ એટલે હેયની રૂચિ છે તો તેને છોડી દેવાની છે અને ઉપાદેયની રૂચિ છે તો તે મય બની જવાનું છે અને કોઈપણ પર વસ્તુની ઈચ્છાનો અભાવ તે તપનો પરિણામ અને સ્વમાં સ્વ-ગુણનો ભોગવવાથી પરમ તૃપ્તિનો અનુભવ. છઠ્ઠ અઠમ પારણે લીયે નિરસ આહાર તે વાપરતા વાપરતા પણ એને થાય કે હજી તારે આ લેવું પડે છે આવાપરીણામ આવે ત્યારે એ નિર્જરા કરશે અને આત્મવીર્ય આપણે કયાં કયાં ફોરવીએ છીએ તે તપાસવાનું છે આમ પાંચેય ગુણોમાં નિરીક્ષણ કરવાનું છે. આત્મામાં અનંતી શક્તિ તો પડેલી જ છે પણ મન મુડદાલ થઈ ગયું હોવાને કારણે તે શક્તિ નિષ્ક્રિય થઈને પડેલી છે. ગાથા -8 ચારિત્ર સ્થિરતારૂપ, મતઃ સિદ્ધધ્વપીયતા યતના યતવોડવશ્ય, મસ્યા એવ પ્રસિધ્ધ છે ગાર્ધાર્થ યોગની સ્થિરતારૂપ ચારિત્ર છે આથી સિદ્ધોમાં પણ ચારિત્ર કહ્યું છે માટે યતિઓએસ્થિરતાની પરિપૂર્ણસિદ્ધિ માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. સર્વ સંયોગોથી રહિત અર્થાત્ કર્મ, કષાય અને કાયાના સર્વસંગથી રહિત સિધ્ધાત્માઓમાં સ્થિરતારૂપ ચારિત્ર હોય છે. ભગવતી સૂત્ર નામનાં પાંચમાંઅંગમાંસિધ્ધોને ચારિત્રનો અભાવ હોય છે એમ જે કહ્યું તેનો ભાવાર્થ આ પ્રમાણે છે કે ક્રિયા વ્યવહાર ચારિત્રનો સિધ્ધમાં અભાવ છે પણ નિશ્ચય ચારિત્ર આત્મ-રમણતારૂપ-(આત્માના શુધ્ધ પરિણામ) અભાવ નથી. આપણે વર્તમાનમાં જે ક્રિયાને જ ચારિત્ર માનીએ છીએ તે ભ્રાંતિ છે. ક્રિયાયોગ રૂપ વ્યવહાર ચારિત્ર એ આત્મ પરિણામરૂપ નિશ્ચય ચારિત્રનું કારણ છે. સર્વજ્ઞ કથિત યથાર્થ તત્ત્વનો બોધ તે જ્ઞાન, સર્વજ્ઞ કથિત યથાર્થ તત્ત્વનો સ્વીકાર ઢચિ તે. તત્ત્વને અનુભવવું તે સમ્યગદર્શન. સાધુને પતિ પણ કહેવાય. આત્મામાં રહેલા ચારિત્રરૂપી ગુણને અનુભવવા પ્રયત્ન કરે તે જ્ઞાનસાર // ર૧ર