________________ પ્રભુને કાયા જ દુશ્મન લાગી ગઈ માટે હજુ મહાપ' કાયાના દુઃખની ઉપેક્ષા અને આત્મગુણની રક્ષા કરવી. મનમાં અસ્થિરતા રૂપી પવનની ઉદીરણા કરીશ તો સમાધિ રૂપી ધર્મમેઘ એવા સમતા-સ્વભાવમાં વિશ્રાંતિ કઈ રીતે પામીશ? સ્વરૂપનાં અર્થમાં ઉપયોગમાં ન રહી શકે તો સમતાના ઉપયોગમાં પણ ન રહી શકે. મોહનો પરિણામ ઉદયમાં આવે એટલે સમતાનો પરિણામ નાશ પામે. સ્વરૂપનું વિસ્મરણ થાય એટલે મોહ ઉદયમાં આવે છે. આત્મા ઉપયોગ વિનાનો નથી. વર્તમાનમાં આત્માનું સ્વરૂપ રૂપાંતર પામ્યું છે. કર્મથી જે સ્વરૂપ ઢંકાયુને જે વિપર્યાસ ઉત્પન્ન થયો તેના ઉપયોગમાં આત્મા છે આત્માને સહજ પોતાના સમતા પરિણામમાં આવવું જોઈએ તે થતું નથી ને બીજાનામાં જ શોધ કર્યા કરે છે. કોણ શું કરે છે? કેમ કરે છે? પણ સ્વની ખોજ કરતો નથી! અનાદિનો જે સ્વભાવ ને સ્વરૂપ ઢંકાયુ છે તેને સર્વજ્ઞની દૃષ્ટિથી જોવુ પડશે અને આત્માને સતત જણાવવું પડશે કે તું આવો છે અને આવો નથી. રૂપી નથી પણ રૂપાતીત તારી અવસ્થા છે. તું નિરાકાર છે. જે આકાર રૂપે દેખાય છે તે તું નથી તે તો નામકર્મે આપેલી ભાડૂતી અવસ્થા છે. આમ સતાગત અરૂપી આદિ શુધ્ધ અવસ્થાનું ભાન. ધર્મરૂપી મેઘઘટાના વાદળા બધા મોહની તીવ એક પવનની લહેરથી વિખેરાઈ જશે માટે સતત આત્મા દુનિયાને જોવાનુ બંધ કરશે ત્યારે આ થઈ શકશે. એક સમય પણ જો તું ભૂલ્યો તો આત્માનું વિસ્મરણ થશે ને પ્રમાદરૂપ તારૂં મરણ થશે. આપણે હાલમાં હમણાં એવી પ્રક્રિયા કરીએ કે આવતા ભવમાં આપણને ક્ષાયિક ભાવની પ્રાપ્તિ થાય. માત્ર જાણવું એટલું નહીં પણ સ્વીકારનો પરિણામ થાય તો રૂપ જરા પણ બગડે તો એને કોઈ અસર ન થાય. મયણાને કોઢીયા પતિનો હાથ પકડતા જરા પણ વિચાર ન આવ્યો કર્મ પ્રત્યેની દઢ શ્રદ્ધા હતી માટે આ કાર્ય થઈ શકયું. પરમાત્માના વચન પર અપૂર્વ શ્રદ્ધા છે આત્માના સ્વરૂપને એ સમજેલી છે બહાર બધું જ પરિવર્તન થાય તો પણ એ આત્મા સમાધિ નહીં જ્ઞાનસાર // 210